E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...2122Next >>

 
 
 
સમયસર ફી ભરતા સ્કૂલે 19 બાળકને બંધક બનાવ્યા  કુલ પાનાં 18 + 4 + 4 (ધર્મદર્શન) = 26  હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે કેન્દ્રમાં જાટ અનામત પ્રક્રિયા નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસના ચેરમેન અને સભ્યોની નિમણૂક બાદ શરૂ થશે. 2010થી ચાલતા જાટ આંદોલનથી અસરગ્રસ્ત થયેલા લોકોની સમીક્ષા કરાશે, તમામ ઘાયલોને જાહેર થયેલું વળતર તરત ચૂકવાશે. બીજી તરફ રવિવારે હરિયાણામાં પોલીસે જાટ અનામત આંદોલનકારીઓને દિલ્હી ભણી કૂચ કરતા અટકાવતાં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં એક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને એક ડીએસપી સહિત 9 પોલીસકર્મી ઘવાયા હતા. સિરસા-હિસાર-દિલ્હી નેશનલ હાઇવે પર ધાની ગોપાલ ગામે પોલીસની બે બસ આંદોલનકારીઓએ સળગાવી દીધી હતી.                 હિસારના ચમારખેરા અને ખેરી ગામોના જાટ આંદોલનકારીઓએ ધાની ગોપાલ ખાતે ધરણામાં જોડાવવા ફતેહાબાદ જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં સ્થિતિ તંગ બની હતી. જાટ આંદોલનકારીઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીઓએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતાં પોલીસે આંદોલનકારીઓને ધરણાના સ્થળે શાંતિપૂર્ણ રીતે પગપાળા પહોંચવા વિનંતી કરી હતી.   સ્થિતિ કાબૂમાં લેવા વધુ પોલીસ કાફલો બોલાવાયો હતો. આંદોલનકારીઓએ મીડિયાકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. તેમણે મીડિયાકર્મીઓના કેમેરામાંથી ઘટનાના વીડિયો-ફોટોગ્રાફ્સ ડીલીટ કરી નાખ્યા હતા અને કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં મીડિયાકર્મીઓએ આંદોલનકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.