Change Your City
 

Go to Page << Previous1234567...2122Next >>

 
 
 
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર   રાજ્યમાંલોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય સભ્યોના રાજીનામાથી ખાલી પડેલી વડોદરા લોકસભા અને મણિનગર સહિત 9 વિધાનસભા બેઠકોની 13મીએ યોજાયેલી ચૂંટણી પછી મંગળવારે મતગણતરી બાદ ચૂંટણી પંચ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે કોંગ્રેસે 3 બેઠકો આંચકીને ભાજપને ઝટકો આપ્યો છે જ્યારે ભાજપના ફાળે 7 બેઠકો રહી છે. ...અનુસંધાનપાના નં.16       ડીસા,માંગરોળ અને ખંભાળીયામાં કોંગ્રેસને સફળતા મળી છે. જ્યારે ભાજપે વડોદરા લોકસભા ઉપરાંત મણિનગર, ટંકારા, તળાજા, આણંદ, માતર અને લીમખેડામાં વિજય મેળવ્યો છે. લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો કબ્જે કરીને ક્લીનસ્વીપ કરનાર ભાજપ માટે પેટા ચૂંટણીના પરિણામો આંચકાજનક રહ્યા છે તો બીજીબાજુ કોંગ્રેસને આંતરિક વિખવાદ અને નિષ્ક્રિયતા છતાં 3 બેઠકો મળતા કોંગ્રેસી છાવણીમાં આનંદ વ્યાપી ગયો છે.   મોદીની બંને બેઠકો ભાજપે જાળવી રાખી   ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી બંને બેઠકો જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ હતો. પેટા ચૂંટણીમાં વડોદરાની બેઠક ભાજપના રંજનબેન ભટ્ટે 3.29 લાખની લીડથી જ્યારે મણિનગર બેઠક પર ભાજપના સુરેશ પટેલે 49652 મતની લીડથી વિજય મેળવ્યો છે. ભાજપે મોદીની બંને બેઠક જાળવી રાખી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેિસડેન્ટ શી જિનપિંગની વિઝિટ  14 રાજ્યB58આવૃત્તિ