E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
નવાઝુદ્દીન સિદ્દીકી અંજલિ સિદ્દીકી   મારાફેમિલીએ પણ મારી સાથે સ્ટ્રગલ કરી છે. લગ્ન થયાં ત્યારે જીવનનિર્વાહ ચાલી જાય તેટલું કમાવા લાગ્યો હતો. મારી પત્ની મારી લાઈફમાં ગુડલક લઈને આવી હતી. લગ્ન પછી શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ તેણે મારા કાને સમજ્યું છે. લગ્ન પહેલાં પ્રેમની વાતો અલગ હોય છે. બે વર્ષ સુધી તો દૂરથી ઊભા રહીને માત્ર છોકરીને જોતો હતો. ગામના મુસ્લિમ પરિવારની છોકરી હતી. માત્ર થોડા ઘણા ઇશારા થઈ જતા હતા. ક્યારેય કંઈ કહી શક્યો. તે મારો પહેલો ક્રશ હતો. તેના ઘરની બહાર રસ્તા પર ઊભો રહેતો, તે પ્રેમ આંખો-આંખોમાં પૂરો થઈ ગયો. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે હતો ત્યારે તે સમયે પ્રેમ ઓછો ને કંઈક બીજું વધારે હતું. દરેક છોકરાને તે ઉંમરમાં શારીરીક આકર્ષણ જાગતું હોય છે. છોકરીઓ સંબંધ પ્રેમથી શરૂ કરે છે. દરેક ઉંમરનો તબક્કો અને વિચાર અલગ હોય છે. 20ની ઉંમરના વિચારો, 25માં બદલાઈ જાય છે અને 30માં તો આખો વિચાર બદલાઈ જાય છે. 40 વર્ષના થતાંની સાથે ઇમોશનલ સંબંધો વધારે મહત્ત્વના થઈ જાય છે. જૂની ગર્લફ્રેન્ડ્સ આજે પણ ક્યારેક ક્યારેક મળે છે તો હસવું આવી જાય છે, પરંતુ જૂની સ્મૃતિઓ યાદ આવી જાય છે. દુનિયાદારી છે, હું કોઈ બીજાના પ્રેમમાં છું, તે કોઈ અન્યની પત્ની છે, પરંતુ વીતી ગયેલો સમય પણ ક્યારેક હકીકત હતો. મારી પત્ની અસુરક્ષિત નથી, પરંતુ તેણે મારા તરફ પ્રેમ વ્યક્ત કરવો પડે છે, હૃદયની અનુભૂતિ બતાવવી પડે છે.  વિરાટ-અનુષ્કા   બન્નેએકબીજા માટે બહુ સિરિયસ છે   કેપ્ટનવિરાટ અને અનુષ્કા ગયા વર્ષે કેટલાય મહિના સુધી બ્રેકઅપના નામે એકબીજાથી દૂર રહ્યાં. ફિલ્મ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે, ‘બંનેે એકબીજા માટે બહુ સિરિયસ છે. સંબંધ 100 ટકા લગ્નમાં પરિણમશે. વિરાટમાં ઓછું થયેલું અગ્રેશન અને તેમાં આવેલા કેટલાક બદલાવ અનિલ કુંબલેની સમજાવટ માનવામાં આવે છે, પરંતુ નજીકના લોકોનું કહેવું છે કે પાછળ તેની લેડી લવ છે, જે પોતે પણ વિવાદોથી દૂર રહી અને વિરાટને પણ દૂર રાખવા ઇચ્છે છે. જલદી કોઈ ખુશખબર આવશે.