E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
pg.2  એવોર્ડશો...  બોલિવૂડના સિતારાઓ ન્યૂ યોર્કમાં ચમકશે અડધું તોકશું નથી ગમતું?  જીવનમાંબધું પૂરું પણ નથી હોતું. આપણે કાયમ બધી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા. ક્યારેક સંજોગોવશાત્ બધું પૂરું નથી મળતું. જો આપણે ‘હાફ ગર્લફ્રેન્ડની વાત કરીએ તો અહીં સંજોગોવશાત્ હાફ રહી જાય છે, પણ ફિલ્મમાં ઇમોશન્સ પૂરતા છે.  લાગેછે ચેતન ભગત તને કેન્દ્રમાં રાખી નવું પુસ્તક લખશે?  હા,તેમણે નવું પુસ્તક મને ધ્યાનમાં રાખીને લખવું જોઈએ, કેમ કે હું તેમના માટે સારું પાત્ર છું. ક્યાંક ને ક્યાંક એમની વાર્તાઓ સામાન્ય માણસ સાથે સંકળાયેલી છે અને હું પાત્રોમાં બરાબર ફિટ બેસું છું. મારી કોમન મેન સાથે કનેક્ટિવિટી વધારે છે. નાના-મોટા શહેરના લોકો મારી સાથે જોડાયેલા છે. એમને મારામાં સ્ટારડમ નથી દેખાતું, પણ તેમના જેવો એક માણસ જણાય છે.  બિહારીલોકોનું કહેવું છે કે તેમની ભાષાની લઢણ અને બોડી લેંગ્વેજમાં તમે અતિશયોક્તિ કરી છે?  ‘હાફગર્લફ્રેન્ડના ટ્રેલરમાં મોટાભાગના સંવાદ હિન્દીમાં છે. હિન્દીમાં ભોજપુરી શૈલી અવશ્ય રાખી છે. જો કોઈ બિહારથી આવે તો શરૂઆતમાં તેની શૈલી એકદમ બિહારી હોય છે, પણ ધીરે ધીરે કેટલીક પરિસ્થિતિઓને લીધે બિહારી શબ્દ બોલે છે. જ્યારે ઇમોશનલ થાય છે, ત્યારે બિહારીમાં બોલે છે.  પ્રકારનાઅભિપ્રાય અંગે શું કહીશ?  પ્રેક્ષકોપૈસા ખર્ચીને આપીને ફિલ્મ જોવા જાય છે માટે તેમના દૃષ્ટિકોણને માન આપીએ છીએ, પરંતુ માત્ર ટ્રેલર પરથી અભિપ્રાય બાંધી લેવો બરાબર નથી.  આમિરખાન દરેક નવી ભાષા ફોનેટિક્સ દ્વારા શીખે છે. તારી રીત કઈ હતી?  પાત્રમાટે મેં બિહારના લોકો સાથે સમય પસાર કર્યો. તેમની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કર્યો. તેમની રીત-ભાત, બોડી લેંગ્વેજ શીખી. તેઓ ઇંગ્લિશ જે રીતે બોલે છે. જેમ કે, સેન્ટિયા ગયે હો, નર્વસા રહે હો. એમને અંગ્રેજીની સૂગ નથી, પણ તેઓ અલગ રીતે બોલે છે. વિવેકથી વાત કરે છે. સામાન્ય રીતે લોકો કમરની સાઇડમાં હાથ રાખીને ઊભા રહે છે, ત્યારે લોકો કમરની પાછળ હાથ રાખે છે. બોલતી વખતે હાથનો વધારે ઉપયોગ કરે છે.  મોહિતસૂરીની ફિલ્મોમાં ડાર્ક ઇમોશન હોય છે?  સૌનાજીવનમાં ડાર્કનેસ છે, મોહિત મ્યુઝિક સાથે તે ફીલ કરાવે છે. અત્યંત પેશનેટ ડાયરેક્ટર છે. ફિલ્મ દરમિયાન અમે મિત્ર બની ગયા. તેઓ નાની ઉંમરથી ફિલ્મ બનાવી રહ્યા છે, એટલે ઇમોશન દર્શાવવા પર સારો કમાન્ડ છે. કલાકારની વાતને મહત્ત્વ આપે તેવા દિગ્દર્શક મને ગમે છે. મોહિત સૂરી એવા દિગ્દર્શકોમાંના એક છે.  ઘણાસમય પછી ફિલ્મો આવી રહી છે?  કરિયરનીશરૂઆતમાં તો જેટલી ફિલ્મો મળતી ગઈ તેટલી કરતો ગયો. ‘તેવરના ચાર મહિના પછી ‘કી એન્ડ કા કરી હતી. પછી ‘ખતરોં કે ખિલાડીમાં ગયો. ‘હાફ ગર્લફ્રેન્ડનું શૂટિંગ ઓક્ટોબરમાં થઈ ગયું હતું, પણ યોગ્ય રિલીઝ વિન્ડો પણ જરૂરી છે. દિલ્હી, મુંબઈ, ન્યૂયોર્ક, બિહાર તમામ સ્થળે શૂટિંગમાં કર્યુ હતું એટલે સમય તો લાગે જ.  ‘ઇશકઝાદેનોઅર્જુન અને આજના અર્જુન વચ્ચે કેટલો ફરક આવ્યો?  હુંથોડા દિવસ પહેલાં ‘ઈશકઝાદેના ગીત જોતો હતો તો મને લાગ્યું નહીં કે તે હું છું. સંજોગો બદલાઈ ગયા છે, કેટલીક બાબતો શીખ્યો છું, એક્ટિંગની રીત પણ બદલાઈ છે. દુનિયાભરની વાતો સમજવા લાગ્યો છું. 26 વર્ષનો છોકરો જેને કંઈ ખબર નહોતી કે હવે શું થશે એમ્બિશિયસ થઈ ગયો છે. જૂની ફિલ્મો જોઈને મને લાગતું નથી કે હું છું. ઇન્ડસ્ટ્રીમાં ઘણુંબધું શીખવા મળે છે. એટલા લોકોને મળ્યો છું કે હવે તો વિચારું છું કે અર્જુન ક્યાં ગયો જે એકલો રહેતો હતો. એક બાબત મિસ કરું છું. ત્યારે સમજ્યા વિચાર્યા વિના કામ કરતો જતો હતો, ઇમ્પલ્સ ખત્મ થઈ ગઈ છે.  સમકાલીનએક્ટર્સ સાથે સરખામણી કરે છે?  હુંકોઈની સરખામણી નથી કરતો. બધું તો મીડિયા કરે છે. હું એમ્બિશિયસ છું, મારે કંઈ કરી છૂટવું છે. હું કોઈને હરાવવા માટે ઇન્ડસ્ટ્રીમાં નથી આવ્યો. હું જીતવા માટે આવ્યો છું. સૌની ફિલ્મો ચાલે, બસ, મારી થોડી વધારે ચાલે. ઇન્ડસ્ટ્રીમાં આવવાની તક ઘણા ઓછા લોકોને મળે છે. હું અહીં લાંબા સમય સુધી રહીને કામ કરવા માગું છું.  શુક્રવારજીવનની દિશા બદલી નાખે છે?  હા,અમારે ત્યાં તો દર શુક્રવારે કરિયર બદલાય છે. આજે સૌ સલામ કરશે અને કાલે તમને કોઈ ઓળખશે પણ નહીં. ચડાવ-ઉતાર તો જીવનનો ભાગ છે. મને ખબર છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોવું અને હોવું કેટલું અલગ છે. ફિલ્મો ચાલશે ત્યારે ઇન્ડસ્ટ્રીમાં વધારે સારી ફિલ્મો બનાવી શકાશે.