E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
કપિલ શર્માએ કોઈ સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું હોય તેવું પહેલી વાર નથી થયું. પ્રકારના કિસ્સાઓ તેની સફળતા સાથે આ‌વતા રહ્યા છે. સુનીલ ગ્રોવર સાથેના ખરાબ વર્તન અને મારવા સુધીની વાતો હવે ફેન્સ પણ પસંદ નથી કરી રહ્યા. કેટલાક ફેન્સે તો સોશિયલ મીડિયા પર સ્પષ્ટ લખી નાખ્યું કે આખરે કપિલનો અસલી ચહેરો હવે બધાની સામે આવી રહ્યો છે. ટીવી શો સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો ઘણા બધા શો દરમિયાન કપિલ તોછડું વર્તન કરતા ખચકાયો નથી. સમયે મામલો સ્ટુડિયોમાં દબાયેલો રહેતો હતો. થોડા સમય અગાઉ સુનીલ જ્યારે શોમાં પાછો ફર્યો હતો ત્યારે પણ કપિલ બધા વચ્ચે તેને ટોણો મારવાનું ચૂક્યો નહોતો.