Go to Page << Previous1234567...1112Next >>

 
 
 
બુધવાર આક્રોશ ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર  રાજ્યમાંલોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય સભ્યોના રાજીનામાથી ખાલી પડેલી વડોદરા લોકસભા અને મણિનગર સહિત 9 વિધાનસભા બેઠકોની 13મીએ યોજાયેલી ચૂંટણી પછી મંગળવારે મતગણતરી બાદ ચૂંટણી પંચ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વડા્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે કોંગ્રેસે 3 બેઠકો આંચકીને ભાજપને ઝટકો આપ્યો છે જ્યારે ભાજપના ફાળે 7 બેઠકો રહી છે.  ડીસા, માંગરોળ અને ખંભાળીયામાં કોંગ્રેસને સફળતા મળી છે. જ્યારે ભાજપે વડોદરા લોકસભા ઉપરાંત મણિનગર, ટંકારા, તળાજા, આણંદ, માતર અને લીમખેડામાં વિજય મેળવ્યો છે. લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો કબ્જે કરીને ક્લીનસ્વીપ કરનાર ભાજપ માટે પેટા ચૂંટણીના પરિણામો આંચકાજનક રહ્યા છે તો બીજીબાજુ કોંગ્રેસને આંતરિક  ...અનુસંધાનપાના નં.6   વિખવાદઅને નિષ્ક્રિયતા છતાં 3 બેઠકો મળતા કોંગ્રેસી છાવણીમાં આનંદ વ્યાપી ગયો છે.  ચૂંટણી પંચ દ્વારા પરિણામો જાહેર થતાની સાથે સ્થાનિક કક્ષાએ વિજયોત્સવની શરૂઆત થઇ ગઇ હતી. ખંભાળીયા બેઠકનું પરિણામ સૌથી છેલ્લે આવ્યું હતું. ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવારે માત્ર 1208 મતોથી વિજય મેળવ્યો હતો.  બોક્સ: મોદીની બંને બેઠકો ભાજપે જાળવી રાખી  વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવાની સાથે મણિનગરના ધારાસભ્ય તરીકે પણ રાજીનામુ આપ્યું હતું. વડાપ્રધાનપદના શપથ લીધા બાદ તેમણે વારાણસી લોકસભા બેઠક જાળવી રાખીને વડોદરાના સાંસદ તરીકે રાજીનામુ આપ્યું હતું. જેથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી બંને બેઠકો જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ હતો. પેટા ચૂંટણીમાં વડોદરાની બેઠક ભાજપના રંજનબેન ભટ્ટે 3.29 લાખની લીડથી જ્યારે મણિનગર બેઠક પર ભાજપના સુરેશ પટેલે 49652 મતની લીડથી વિજય મેળવ્યો છે. ભાજપે મોદીની બંને બેઠક જાળવી રાખી છે. 14 રાજ્યB58આવૃત્તિ