X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
12345678

ટ્રાયલ સમય પૂરો થવામાં 18834 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="13.96,455.63,568.83,557.51" href="javascript:void(0);" onclick="return show_pop( જન્માક્ષરમાં ‘મંગળદોષ’ના દુર્ભાગ્યે કુંવારી રહી ગયેલી મોહિનીની જીવનલીલા પણ સંકેલાઈ ગઈ આજની 21મી સદીમાંય જન્મકુંડળીના ગ્રહો પ્રત્યે આસ્થા! આજની 21મી સદીમાંય જન્મકુંડળીના ગ્રહો પ્રત્યે આસ્થા! શ્વએ આ એકવીસમી સદીમાં અંતરીક્ષનાં આવરણમાં છુપાયેલાં અગૂઢ ભેદ-ભરમનો તાગ મેળવવા ગગનગામી દોટ શરૂ કરી છે શ્વએ આ એકવીસમી સદીમાં અંતરીક્ષનાં આવરણમાં છુપાયેલાં અગૂઢ ભેદ-ભરમનો તાગ મેળવવા ગગનગામી દોટ શરૂ કરી છે, ત્યારેય ખાસ કરીને હિન્દુ સમાજમાં માનવીના જન્મ સાથે જ તેના બનાવાતાં જન્માક્ષર કે પછી જન્મકુંડળીમાં પડેલ ‘મંગળ’ નામના ગ્રહને પાપગ્રહ-અશુભ ગણવાની વર્ષોની પારંપરિક માન્યતાનું નિર્મૂલન થઈ શક્યું નથી.જન્મકુંડળીમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જે ચોક્કસ ખાનામાં પડેલા મંગળને ‘મંગળદોષ’ ગણવામાં આવે છે. પરિણામે સંખ્યાબંધ આશાવાન યુવક-યુવતીનાં સુખમય દામ્પત્યજીવનનાં શમણાં સળગીને રાખ બની જાય છે તેનો પરિચય કરાવતી કરુણ કથા પ્રસ્તુત કરી છે...ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના ચમનગંજ પોલીસ મથકની હદના ગાંધીપાર્ક ચાર રસ્તા પાસે રહેતા શુક્લા પરિવારની ત્રીસ વર્ષીય ‘મોહિની’ નામની દીકરીની જન્મકુંડળીમાં મંગળદોષના કારણે લગ્ન થઈ શક્યાં ન હતાં. મોહિનીના પિતા સીઝનલ ફળફળાદિનો વ્યવસાય કરતા હતા. મોહિનીનો મોટોભાઈ મોહન લગ્ન પછી ઘરજમાઈ તરીકે સાસરામાં રહેવા ચાલ્યો ગયો હતો. મોહિનીની મોટીબહેને પણ લગ્ન બાદ પિતૃગૃહની વિદાય લીધી હતી. મોહિનીની જન્મકુંડળીમાં મંગળદોષ હોવાથી તેનાં લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોવાનું મંતવ્ય જ્યોતિષી રજૂ કરતા હતા. ઢગલાબંધ જ્યોતિષીઓનો મોહિનીના પિતાએ સંપર્ક સાધીને જન્માક્ષર બતાવ્યા હતા. સૌએ મંગળદોષના દાખલા ગણાવીને તેમને રાહ જોવાની ધરપત આપી હતી. હવે તો મોહિની પણ ભીતરમાં વિલાપ કરતી, ‘મારાં ભાગ્યમાં જીવનનાં સુખની રેખા જ ભૂંસાઈ ગઈ છે... હવે મને ક્યારેય પતિસુખ પ્રાપ્ત નહીં થાય...’ તેવું વિચાર્યા કરતી હતી. આવી અવઢવભરી દશામાં એક દિવસે મોહિની તેના જ મહોલ્લામાં રહેતા સુનીતકુમાર શર્માની આંખમાં વસી ગઈ હતી. બંને એક જ મહોલ્લામાં રહેતાં હોવાથી સાહજિક પરિચય હતો. હવે બંને વચ્ચે જુવાનીનાં આકર્ષણનો ઉમેરો થયો હતા.આ પછી તો સુનીત શર્માની મોહિનીના ઘરમાં આવન-જાવન શરૂ થઈ ગઈ હતી. મોહિનીના પિતાને પણ બંને વચ્ચે છાનાછુપા શરૂ થયેલા પ્રણયસંબંધનો અણસાર આવી ચૂક્યો હતો. આથી મોહિનીના પિતાએ સુનીત શર્માના પરિવારમાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુનીતનાં માતા-પિતા તથા ઘરના અન્ય સભ્યોએ વિવાહ નક્કી કરતાં પહેલાં બંનેની જન્મકુંડળી મેળવવા હઠાગ્રહ રાખ્યો હતો. મોહિનીના પિતાએ બંનેના જન્માક્ષરમાં ગુણાંક નહીં મળે તેવી માન્યતા છતાંય કમને મોહિનીના જન્માક્ષર સોંપ્યા હતા. જે થવાનું હતું તે થઈને જ રહ્યું. મોહિનીની જન્મકુંડળીમાં મંગળદોષ છે તેવું બહાનું બતાવીને લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.આ પછી મોહિનીના મોહપાશમાં જકડાયેલા દીકરા સુનીતને છોડાવી લેવા માટે તેમણે સોની નામની એક બ્રાહ્મણ યુવતી સાથે ઝટપટ લગ્ન કરાવી દીધાં હતાં. સુનીત લગ્નમંડપમાં સપ્તપદીના ફેરા ફરી રહ્યો હોવાની હકીકત જાણીને મોહિનીએ તે રાત્રે ઘરના એક ખૂણામાં બેસીને પોતાની કમનસીબી ઉપર આંસુ વહેવડાવ્યાં હતાં.મોહિનીના દુ:ખી પિતાએ તેને ધીરજ ધરવા સમજાવીને તેમની જ્ઞાતિના અન્ય યુવકોનાં માતા-પિતા સમક્ષ લગ્નના પ્રસ્તાવ મૂક્યા હતા. છતાંય મોહિનીની જન્મકુંડળીમાં પડેલો મંગળદોષ તેના પતિને એક ને એક દિવસે ભરખી જશે તેવી અંધશ્રદ્ધા અને અજ્ઞાત ભયના કારણે તેમણે લગ્નના પ્રસ્તાવ ઠુકરાવી દીધા હતા.જ્યારે બીજી બાજુ સુનીત શર્માના સોની સાથેનાં લગ્નજીવનનાં આઠ-આઠ વર્ષો વીતી ગયાં તે દરમિયાન તે બે સંતાનોનો બાપ બની ગયો હતો. જોકે, મોહિની સાથેના મુગ્ધાવસ્થામાં જાણ્યે-અજાણ્યે શરૂ થયેલા પ્રેમસંબંધને તે ભૂલી શક્યો ન હતો, જેના પરિણામે બંને વચ્ચે છાનાછુપા પ્રેમલીલાનો ખેલ શરૂ થઈ ગયો હતો. હવે તો પર પુરુષના મોહબંધનમાં સપડાઈ ગયેલ મોહિનીએ સુનીતનાં ચરણોમાં સઘળું ન્યોછાવર કરી દીધું હતું. મોહિનીની મદમસ્ત કાયાના મોહપાશમાં જકડાઈ ગયેલ સુનીત પણ હવે પત્ની તથા બે સંતાનો ભારરૂપ બની રહ્યાં હોવાનું વિચારવા લાગ્યો હતો. જોકે, સોનીને પણ ધીમે-ધીમે બેવફા બની રહેલા પતિની બેવફાઈનો અણસાર આવી ગયો હતો. આમ છતાં સુનીતને રાત્રિના એકાંતમાં સોનીએ હવે મોહિનીને ભૂલી જવાની વરવી વાસ્તવિકતા સમજાવવાની કોશિશ શરૂ કરી ત્યારે સુનીત પત્નીથી પડખું ફેરવીને સૂઈ જતો હતો. હવે તો સુનીતની રોજેરોજની અવનવી છાનીછુપી પ્રેમલીલા ક્યારેય પૂરી થવાની નથી તે વિચારથી ધૂંધવાઈ ગયેલી સોની એક દિવસ તેના પિતાના ઘેર દોડી ગઈ હતી, જ્યાં માતા-પિતા તથા ભાઈઓ સમક્ષ કારમું રૂદન કરતા સુનીતની લફરાબાજીની સઘળી વીતક રજૂ કરી હતી. પહેલાં તો સોનીનાં માતાપિતા તથા ભાઈઓએ ભાન ભૂલેલા સુનીતને સમજાવવાના લાખ પ્રયાસો કર્યા હતા. જોકે, તેમના સઘળા પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યાં હતાં. હવે તો તંગ આવી ગયેલા સોનીના બંને ભાઈ એક દિવસે મોહિનીના ઘેર ધસી આવ્યા હતા અને પોતાના બનેવી સુનીતનો સથવારો છોડી દે નહીં તો તારે ભોગવવું પડશે તેવી મોઘમ ધમકી આપી હતી. આમ છતાં સુનીત અને મોહિની વચ્ચેની પ્રેમલીલાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો.હવે તો આ ધરતી ઉપરથી મોહિનીનું નામોનિશાન મિટાવી દેવાની બંને ભાઈએ મનોમન ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો હતો. આ પછી બંને ભાઈઓએ મોહિનીને જાત-જાતની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. આવી ધમકીઓથી ગભરાઈ ગયેલી મોહિની એક દિવસ પોલીસ મથકે દોડી ગઈ હતી, જ્યાં સુનીતની પત્ની સોનીના ભાઈ (1) મનીષ ઉર્ફે મોન્ટુ બાજપાઈ તથા (2) બિન્દુ બાજપાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.મોહિનીની પોલીસ ફરિયાદની વાત જાણ્યા પછી સુનીત ઔર વીફર્યો હતો. તે રાત્રે તેણે પત્ની સોનીને સાફ-સાફ સુણાવી દઈને ધમકી આપી હતી કે, ‘તારા બંને ભાઈઓને કહી દેજે કે, હવે મોહિનીને આવી લુખ્ખી ધમકીઓ આપવાનું બંધ કરી દે. મોહિનીને હું ક્યારેય ભૂલવાનો નથી. તું જોતી રહીશ અને હું તેને મારી પત્ની બનાવી આ ઘરમાં લઈ આવીશ.’બીજા દિવસની સવાર પડતાં જ સોની તેના પિયરમાં પહોંચી ગઈ હતી, જ્યાં બંને ભાઈઓ સમક્ષ પોતાની કરમ કહાણી રજૂ કરી હતી. હવે તો પોતાની બહેનનું ભાંગી રહેલું ઘર બચાવી લેવા માટે બંને ભાઈઓએ તેમના પ્લાનનો છેલ્લો ખેલ ખેલી લેવાનું નક્કી કરી લીધું હતું. બંને ભાઈ તેમનાં પેન્ટનાં ખિસ્સામાં દેશી બનાવટના તમંચા છુપાવીને મોહિનીના ઘેર પહોંચ્યા હતા, જ્યાં મનીષે ઘરનો બંધ દરવાજો ખોલાવવા ટકોરા માર્યા હતા. મોહિનીએ દરવાજો ઉઘાડ્યો ત્યારે તેની છાતીમાં ધાંય-ધાંય કરીને ગોળીઓ ધરબી દીધી હતી. લોહીના ખાબોચિયામાં થોડીક ક્ષણો સુધી તરફડિયાં મારી રહેલી મોહિનીનો જીવ છૂટી ગયો હતો. કાનપુર પોલીસે સોનીના બંને ભાઈની ધરપકડ કરવા સાથે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બંને તમંચા તથા કારતૂસ કબજે કરીને બંનેને કાનપુર શહેરની સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધા હતા. { ટાઇટલ્સ :કાયદાના ફાયદા એને લગાવ્યા પછી જ સમજાય! (છેલવાણી)વસ્તી ગણતરીવાળા એક ગરીબ ઘરમાં પહોંચ્યા. ત્ય ટાઇટલ્સ :કાયદાના ફાયદા એને લગાવ્યા પછી જ સમજાય! (છેલવાણી)વસ્તી ગણતરીવાળા એક ગરીબ ઘરમાં પહોંચ્યા. ત્યાં પાંચ-છ બાળકો કજિયા કરતાં હતાં. પત્ની વાસણો પછાડતી હતી. પતિ બરાડા પાડતો હતો. સરકારી ઓફિસરે પૂછ્યું, ‘રડુમલ રસ્તોગીનું આ ઘર છે?’‘ના. રડુમલ રસ્તોગી મરી ગયો.’ ‘તમારું નામ શું છે?’, ઓફિસરે પૂછ્યું.‘રડુમલ રસ્તોગી!’ પતિએ કહ્યું.‘અરે, પણ તમે તો હમણાં કહ્યું કે રડુમલ રસ્તોગી મરી ગયો! પણ તમે તો જીવો છો!’ પેલા પતિએ પાંચ-પાંચ બાળકોને જોઈને કહ્યું,‘આ જીવવું કંઈ જીવવું છે?’આ દેશમાં બાળકો જણીને લાચાર સ્ત્રીઓની હાલત બગડી ગયેલા એ. ટી. એમ. મશીન જેવી થતી હોય છે ને પુરુષની હાલત ન ચાલતાં ક્રેડિટ કાર્ડ જેવી! ‘નાનુ કુટુંબ, સુખી કુટુંબ’ કે ‘હમ દો, હમારે દો’ જેવાં ફેમિલી પ્લાનિંગનાં સૂત્રો વર્ષોથી સરકારો કહેતી આવી છે, પણ વસ્તી તો બાળવાર્તાની રાજકુમારીની જેમ દિવસે ના વધે એટલી રાતે વધે જ રાખે છે! હમણાં યુ.પી. સરકારે એવી વાત કરી છે કે જેને બે બાળકો હશે એને જ સરકારી નોકરી કે એમાં બઢતી મળશે, એને જ સરકારી લાભ મળશે અને એ લોકો જ સ્થાનિક ચૂંટણીમાં લડી શકશે! હા... ગરીબી, ગીચતા કે રોગચાળા એ બધાં પાછળ વસ્તી જ જવાબદાર છે ને 135 કરોડના દેશ માટે વસ્તીનો કાબૂ જરૂરી પણ છે, પણ કાયદાની દૃષ્ટિએ લોકશાહીમાં આ વાત કેટલી લાગુ પડે એ ચર્ચાનો વિષય છે! (..ને 2 સંતાનોના મુદ્દે તો અડધાથી વધુ નેતાઓએ રાજીનામાં આપવા પડે!) વળી જેને ઓલરેડી બેથી વધુ બાળકો હોય એમનું શું? ઇમરજન્સીમાં પી. એમ. ઈન્દિરા ગાંધીના સુપુત્ર સંજય ગાંધીએ પરાણે નસબંદી કરાવવાનાં કારસ્તાન કરેલાં ને શું પરિણામ આવેલું?વચ્ચે ત્રણેક વર્ષ પહેલાં યોગગુરુ બાબા રામદેવે કહેલું કે જેનાં બેથી વધુ બાળકો હોય એનો મત આપવાનો અધિકાર છીનવી લેવો જોઇએ! ત્યારે જ પીઢ નેતા અશોક સિંઘલે હિંદુઓને મિનિમમ ચાર-પાંચ બાળકો પેદા કરવાનું કહેલું, જેથી કરીને હિંદુઓની સંખ્યા ઓછી ન થઈ જાય! હવે આમાં આપણે શું સમજવાનું? ક્યાંક કોઇ મૌલવીને ‘મઝહબ ખતરા’માં આવતો દેખાઇને વસ્તી વધારવાના ઝટકા આવે રાખે છે! આમાં કોણે શું સમજવું?ઇન્ટરવલ :ચંદા કો ઢૂંઢને સભી તારે નિકલ પડે,ગલિયોં મેં વો નસીબ કે મારે નિકલ પડે. (અાનંદ બક્ષી)લોકપ્રિય પી. એમ. અટલ બિહારી વાજપાઇજી તો ગર્વથી કહેતા, ‘દુનિયાવાલોં, યે ના ભૂલો હમ સો કરોડ હૈં!’ વળી, આપણે 135 કરોડ છીએ એટલે જ દુનિયાની નજરે મહત્ત્વની ‘માર્કેટ’ કહેવાઇએ છીએ ને એટલે જ વર્લ્ડ ઇકોનોમિક્સમાં આપણું માન છે એવું પણ કહેવાતું આવે છે! તો આમાં આપણે શું માનવું?‘પડોસન’ ફિલ્મમાં કિશોરકુમાર અને સુનીલ દત્ત ‘એક ચતુર નાર..’ ગીત ગાતાં-ગાતાં સાઉથ ઈન્ડિયન મહેમુદને ગીતના અટપટા શબ્દોમાં ‘ઘોડા’ ને ‘ચતુર’ વારંવાર ગાઇને કન્ફ્યૂઝ કરી મૂકે છે ત્યારે અકળાયેલો મહેમુદ કહે છે: ‘અય્યો, ઘોડા ચતુર..ઘોડા–ચતુર...? કિસી એક કો પકડો ના!’ આપણી હાલત પણ એવી જ છે કે આમાં સમજવું શું? સામ્યવાદી ચીનમાં પહેલાં ‘એક જ બાળક’નો કાયદો હતો. હવે તે વધુ બાળકો માટે પ્રોત્સાહન આપી રહી છે! દુનિયાના અનેક દેશમાં એક સમય પછી વસ્તી ઘટતાં વધુ સંતાનો માટે ખાસ લાભ આપવામાં આવે છે એ પણ હકીકત છે! તો વસ્તી કંટ્રોલથી ભવિષ્યમાં આપણા દેશનુંયે આવું થઈ શકે?એકવાર બાળકે ટીચરને હોંશે-હોંશે કહ્યું,‘ટીચર, અમારે ત્યાં પાંચમું બાળક આવ્યું! તમે એને જોવા આવશો?’ ટીચરને નવાઇ લાગી ને વાત ટાળવા કહ્યું,‘બેટા, હમણાં નહીં. તારી મમ્મી સાજી થઈ જાય પછી આવીશ.’ બાળકે ભોળાભાવે કહ્યું,‘ચિંતા ન કરો, મમ્મી સારી જ છે. તમને ચેપ નહીં લાગે!’ પેલા બાળકે તો આવું ભોળપણથી કહ્યું હશે, પણ વસ્તીવધારાના ચેપી રોગનો કોઇ પાસે ઇલાજ, ઉપાય, લાંબા ગાળાનો જવાબ છે? ચલો આવજો, એક મિત્રને ત્યાં આજે જ બાળક જન્મ્યું છે તો ત્યાં વધામણી આપવા જવાનું છે!એન્ડ ટાઇટલ્સ :આદમ: આપણું બેબી બોલતાં શીખી ગયું!ઇવ: પણ હવે એને ચૂપ રહેતાં શીખવવું પડશે! {sanjaychhel@yahoo.co.in બુધવાર21 જુલાઇ 2021 બુધવાર21 જુલાઇ 2021 વિપક્ષોની એકતાવાસ્તવિકતા અને દંતકથા વિપક્ષોની એકતાવાસ્તવિકતા અને દંતકથા 7 દિવસ7 પૂર્તિ 7 દિવસ7 પૂર્તિ હમ દો, હમારે દો: અય્યો, યે ઘોડા-ચતુર ક્યા હૈ? હમ દો, હમારે દો: અય્યો, યે ઘોડા-ચતુર ક્યા હૈ? ક્રાઇમવૉચજયદેવ પટેલ ક્રાઇમવૉચજયદેવ પટેલ 03 03 અંદાઝે બયાંસંજય છેલ અંદાઝે બયાંસંજય છેલ હવે તમે કળશના તમામલેખો ¾ એપ પર દર બુધવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. હવે તમે કળશના તમામલેખો ¾ એપ પર દર બુધવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. 06 06 ></map></div>
<script>
$(
X