X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
12345678

ટ્રાયલ સમય પૂરો થવામાં 19224 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="738.44,336.77,919.75,478.27" href="javascript:void(0);" onclick="return show_pop( ભૂતપૂર્વ ડ્રાઈવરે માલિકના પરિવારની ત્રણ પેઢીને બેરહેમીથી રહેંસી નાખી આયખાનાં અર્ધસત્યનું પૂર્ણસત્યછળ, કપટ, જૂઠ, ફરેબ… આયખાનાં અર્ધસત્યનું પૂર્ણસત્યછળ, કપટ, જૂઠ, ફરેબ… જોડાણ, તોડાણ, ફેરજોડાણઅને મહાગઠબંધનનું ફરસાણ! જોડાણ, તોડાણ, ફેરજોડાણઅને મહાગઠબંધનનું ફરસાણ! રાજકીય નિરીક્ષકોના ધારવા મુજબ આ કમઠાણ વધુ દિવસો સુધી સત્તા પર નહીં રહી શકે. તેજસ્વીના કુલગુરુ લાલુપ્ રાજકીય નિરીક્ષકોના ધારવા મુજબ આ કમઠાણ વધુ દિવસો સુધી સત્તા પર નહીં રહી શકે. તેજસ્વીના કુલગુરુ લાલુપ્રસાદ અગાઉ નીતિશ-મૈત્રીનો સ્વાદ ચાખી ચૂક્યા છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની 25-30 લાખની રોકડ મેળવવા જઘન્ય હત્યાકાંડ? ત્રણ પેઢીનો ખાત્મો જેટલી ક્રૂર કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની 25-30 લાખની રોકડ મેળવવા જઘન્ય હત્યાકાંડ? ત્રણ પેઢીનો ખાત્મો જેટલી ક્રૂરતા ક્યાંથી આવી? ત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કોઈના ધ્યાનમાં ન આવ્યું કે 2013ની 21મી મેની રાત વધુ બિહામણી હતી. અંધારાની ત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કોઈના ધ્યાનમાં ન આવ્યું કે 2013ની 21મી મેની રાત વધુ બિહામણી હતી. અંધારાની કાળાશનો રંગ અસાધારણ ગાઢ હતો, કારણ કે લાલચટ્ટાક લોહી મોટા પ્રમાણમાં ભળી ગયું હતું. મંગળવારે અમંગળ ઘટનાએ એવો આકાર લીધો કે ગાઝિયાબાદ કે ઉત્તર પ્રદેશ જ નહીં, સમગ્ર ભારત સ્તબ્ધ થઈ ગયું હતું.ગાઝિયાબાદના નઈ બસ્તીના ઘંટાઘર પોલીસથાણા વિસ્તારમાં 22મીના બુધવારે સવારે 9.30 વાગ્યે એક મેડિકલ આસિસ્ટન્ટ સતીષ ગોયલને ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન આપવા પહોંચ્યો. આ 65 વર્ષના અનાજના વેપારીને કિડનીની બીમારી હતી અને થોડા દિવસોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થવાનું હતું. તેમની પત્ની મંજુ (ઉં.વ. 62) જ કિડની આપવાની હતી. વડીલના સાજાનરવા થવાની અને વધુ જીવનની આશા પૂરા ગોયલ પરિવારમાં હતી.પરંતુ અનાજ, દવા, તેલ અને મસાલાના વેપારીઓથી ભરપૂર નઈ બસ્તીના રહેવાસીઓ પર આઘાતનો અણુબોમ્બ તોળાઈ રહ્યો હતો. મેડિકલ આસિસ્ટન્ટને ડોરબેલ વગાડવા, દરવાજા પર હાથ મારવા અને એક પછી એક અન્ય સભ્યને ફોન કરવા છતાં લેશમાત્ર પ્રતિસાદ ન મળ્યો. આ સાથે મચેલી અફરાતફરી વચ્ચે પોલીસનું આગમન થયું.નાના-મોટા અપરાધ સાથે રોજનો પનારો પાડનારા પોલીસવાળા બંગલોમાં પ્રવેશ્યા કે તરત પગ થાંભલો થઈ ગયા. બંગલામાં લોહી જ લોહી. જાણે ફર્શને રક્તરંજીત કરી નાખી હોય. પહેલા માળની બાલ્કનીમાં સતીષ ગોયલ હત્યા કરાયેલી અવસ્થામાં મળ્યા. એનાથી થોડે દૂર સતીષજીનો દીકરો સચિન (ઉં.વ. 35) અને સચિનના બે સંતાન અમન (ઉં.વ. 10) તથા હની (ઉં.વ. 12) લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યાં હતાં. સતીષનાં પત્ની મંજુ બેડરૂમમાં નિર્જીવ અવસ્થામાં પડ્યાં હતાં. બીજા માળે જતાં દાદરા પર સચિનની દીકરી મેઘા (ઉં.વ. 10) પડી હતી, જેને કદાચ બીજા માળે ભાગતી રોકવા માટે મારી નંખાઈ હતી. વધુ એક બેડરૂમમાં સચિનની પત્ની અને ત્રણેય બાળકોની માતા રેખા (ઉં.વ. 32) મૃતાવસ્થામાં હતી.ફાટી રહી ગયેલી આંખો, પીડાથી વહીને સુકાઈ ગયેલાં આંસુ. દાબી દેવાયેલી ચીસોથી સ્તબ્ધ થઈ ગયેલો માહોલ અને બણબણતી માખીઓ વચ્ચે પોલીસવાળાને ગૂંગળામણ થવા માંડી. એક જ પરિવારના સાત સભ્યો અને ત્રણ પેઢીનું કાસળ કાઢી નંખાયું હતું. પહેલી નજરે પોલીસને લાગ્યું કે આ હત્યાકાંડમાં બે જણા સામેલ હોવા જોઈએ. અંગત અદાવત, ચોરી કે વ્યાપારી સ્પર્ધા આ હત્યાકાંડના મૂળમાં હશે! ઘરમાં શું ગાયબ થયું છે એ કહેવાવાળુંય કોઈ બચ્યું નહોતું.સતીષ ગોયલની સાસરે રહેતી દીકરી શૈલી તૂટી પડેલા આભને લીધે કંઈ બોલવા કે વિચારવાની સુધબુધમાં નહોતી. જમાઈ સચિન મિત્તલની પૂછપરછમાં દિશા મળી. મિત્તલે જૂના ડ્રાઈવર રાહુલ વર્મા પર શંકા વ્યક્ત કરી. આ ડ્રાઈવરે ઘરમાંથી રૂ. 4.50 લાખની ચોરી કરી હતી એ બદલ એને દસ દિવસ અગાઉ નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. વેરનું કારણ હતું ને પાછો એ ઘરના સભ્યો અને મકાનની ભૂગોળથી વાકેફ હતો. એકવાર આસાનીથી બંગલોમાં પ્રવેશી પણ શકે.પોલીસ માટે અા તર્ક પૂરતા હતા રાહુલની પાછળ પડી જવા માટે. 21 વર્ષના રાહુલના મોબાઈલફોનનું લોકેશન ટ્રેકિંગ પર નાખી દેવાયું, પણ સાત-સાત જીવતા જાગતા માનવીઓની બેરહેમીથી હત્યા થઈ છતાં કોઈએ ચીસ ન પાડી કે કોઈએ ન સાંભળી? તરત જવાબ મળી ગયો કે પાડોશીમાં લગ્ન હોવાથી લાઉડસ્પીકર પર ગીતોનાં મ્યુઝિકમાં મોતની કેટલીય ચીસ દબાઈ ગઈ. હા, ઓટોપ્સી રિપોર્ટ મુજબ માસૂમ અમનને 11 ઘા મરાયા હતા. રેખા પર હાડકાં સુધી કાપો પડે એવા દસ ઘા ઝીંકાયા હતા. મેઘાના છ, હનીના ત્રણ, સચિનના છ ઘા જીવલેણ બન્યા હતા, તો મંજુની ડોક અને છાતીમાં છરા ભોંકવા સાથે પેટમાંથી આંતરડાં બહાર કાઢી નંખાયાં હતાં. ઘરનાં અમુક કબાટ ખુલ્લાં હતાં, વસ્તુઓ વેરવિખેર કરાઈ હતી, પણ રોકડ અને સોનાનાં ઘરેણાંને હાથ નહોતો લગાડાયો!પોલીસની સતર્કતાને પ્રતાપે 22મી મેએ રાહુલ વર્મા ગાઝિયાબાદથી ભાગી છૂટવાની પેરવીમાં કાનપુર સ્ટેશન પર પકડાઈ ગયો. આ સાથે એક-એક ચોંકાવનારી હકીકતો બહાર આવવા માંડી. રાહુલને ખબર હતી કે સતીષે કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે ઘરમાં 25-30 લાખ રોકડા રાખ્યા છે. તેણે 21મીની બપોરે બજારમાંથી 80 રૂપિયાનો મોટો છરો ખરીદ્યો, માંસ કાપવા માટે વપરાતો ધારદાર છરો. પોતાના મિત્ર પ્રશાંત શ્રીવાસ્તવને 25-30 લાખનો દલ્લો મળવાની શક્યતાવાળી લૂંટમાં સામેલ થવાની ઓફર કરી, પણ પ્રશાંત ડરી ગયો અને બહારગામ જવાનું બહાનું કાઢીને આ અપરાધથી દૂર રહ્યો. પછી આ દોસ્ત પોલીસનો મહત્ત્વનો સાક્ષી બની ગયો. રાહુલ વર્મા સામે 40 પાનાંની સજ્જડ ચાર્જશીટ બનાવાઈ. નવ વરસ કેસ ચાલ્યો ત્યાં સુધી એ જેલમાં સબડ્યો. 2022ના જુલાઈના અંતે ગાઝિયાબાદ કોર્ટે એને ગુનેગાર ઠેરવીને ફાંસીની સજા ફટકારી. રાહુલે એક પછી એક બધાંની હત્યા કરી હોવાથી કોઈ સાક્ષી નહોતું. સાંયોગિક પુરાવાને માન્ય રાખીને કોર્ટે ચુકાદો આપ્યો. આ પુરાવા ઘણા મહત્ત્વપૂર્ણ હતા. ઘરમાં પથરાયેલા લોહીમાં મળેલા બૂટનાં નિશાન રાહુલના હોવાનું સાબિત થયું. ભીંત પર લોહીવાળા પંજાનાં નિશાન પણ એના જ નીકળ્યાં. તેના શર્ટ અને ગમછા પર મળેલા લોહીના છાંટા બે મૃતકના હોવાનું સ્પષ્ટ થયું. બધાંની હત્યા કર્યા બાદ રાહુલે ટેરેસ પર સિગારેટ પીધી હતી, જેનું ઠૂંઠું પોલીસને મળી આવ્યું. આ ઠૂંઠા પરની લાળ રાહુલની હોવાનું ડીએનએ ટેસ્ટમાં સ્પષ્ટ થઈ ગયું. માત્ર 80 રૂપિયાના છરાથી એક કુટુંબના સાત જણા અને ત્રણ પેઢીનો ખાત્મો જેટલી ક્રૂરતા ક્યાંથી આવી? ને આઠથી બાર વર્ષના ભૂલકાં સાથે કેવી દુશ્મની હતી?{prafulshah1@gmail.com 03 03 ઈન્ટરવલસૌથી મોટું સત્ય એ છે કે બને તો અસત્ય ના બોલવું! (છેલવાણી)એક દરિયાઇ જહાજમાં, ચાર્લી નામનો ખૂબ ઈન્ટરવલસૌથી મોટું સત્ય એ છે કે બને તો અસત્ય ના બોલવું! (છેલવાણી)એક દરિયાઇ જહાજમાં, ચાર્લી નામનો ખૂબ મહેનતુ ને ડાહ્યો ખલાસી. બિચારાએ જીવનમાં પહેલીવાર દારૂ પીધો ને એ થોડો બહેકી ગયો, થોડી ધમાલ કરી. બીજા દિવસે એણે જહાજના રજિસ્ટરમાં જોયું, તો જહાજના કેપ્ટને રીમાર્ક લખેલી- ‘ચાર્લી આજે નશામાં હતો.’ચાર્લી, રડતાં રડતાં કેપ્ટન પાસે ગયો ને કહ્યું: ‘સર, મેં પહેલી ને છેલ્લીવાર દારૂ પીધો હતો. હવે આવું ફરી નહીં થાય. પ્લીઝ, તમારી રીમાર્કમાં એક વધારાની નોંધ લખી દો કે ‘ચાર્લીએ પહેલી વખત દારૂ પીધો હતો’, નહીંતર મારી છાપ દારૂડિયાની પડી જશે ને મારી નોકરી જાશે!’કેપ્ટનને દુ:ખ તો થયું પણ એમણે કહ્યું: ‘સોરી ચાર્લી, રજિસ્ટરમાં એકવાર એન્ટ્રી થઇ જાય પછી એમાં છેકછાક ન થાય. હવે એમાં કંઇ બદલાશે નહીં.’થોડા દિવસ પછી રજિસ્ટર લખવાનું કામ ચાર્લીને મળ્યું, ત્યારે એણે જોયું કે કેપ્ટન બહુ મહેનતથી કામ કરી રહ્યો હતો છતાં પણ ચાર્લીએ જાણી જોઇને રજિસ્ટરમાં માત્ર મોઘમ પણ સ્માર્ટ રીમાર્ક લખી: ‘આજે કેપ્ટન નશામાં નથી.’ આને કહેવાય સ્માર્ટ બદલો! આમ જુઓ તો ટેક્નિકલી ચાર્લી સાચો હતો કે ‘કેપ્ટન આજે નશામાં નથી’ પણ એનો અર્થ એમ પણ થઇ શકે કે બાકીના દિવસે એ નશામાં હોય છે!આ જોક પરથી આપણને બોધ મળે છે કે- ‘જીવનમાં સંપૂર્ણ સત્ય જેવું કશું હોતું જ નથી, બધું અર્ધસત્ય જ હોય છે.’ મહાભારતના યુદ્ધમાં ‘અશ્વત્થામા મરાયો’ની બૂમો સાંભળીને ગુરૂ દ્રોણ હલી ગયેલા કારણ કે એમના પુત્રનું નામ અશ્વત્થામા હતું અને હકીકતમાં મરાયેલો અશ્વત્થામા નામનો હાથી! દ્રોણે ખાતરી કરવા ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું ત્યારે સત્યવાદીની ઇમેજવાળા યુધિષ્ઠિરે સ્માર્ટલી કહ્યું: ‘હા, અશ્વત્થામા મરાયો છે...’ને પછી ધીમેથી કહ્યું: ‘નરો વા કુંજરો વા’ (એટલે કે હાથી કે મનુષ્ય કોઇપણ હોઇ શકે!) આ ક્લાસિક અર્ધસત્ય છે- જે આપણા નેતાઓ, માર્કેટિંગવાળાઓ, વીમા-પોલિસી વેચનારાઓને ખૂબ સારી રીતે આવડે છે.ખરેખર તો અડધું સત્ય કહેવું એ જ એમના જીવનનું પૂર્ણ સત્ય છે!ઈન્ટરવલમોસે છલ કિયે જાયે, હાય રે હાય,દેખો, સૈંયા બેઇમાન! (શૈલેન્દ્ર)હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ, એવરેજ માણસ પ્રામાણિક હોવા છતાં, નિયમિત રીતે છેતરપિંડી કરતો હોય છે. સંપૂર્ણ જુઠ્ઠું બોલવા કરતાં આપણને સૌને થોડું કપટ કરવાનું વધારે ફાવે છે. જેમકે- અમુક લોકો માહિતીઓને એવી રીતે રજૂ કરે કે જાણે એના ચોક્કસ પુરાવા હોય.જેમ કે– ‘ગુજરાત સૌથી વધુ વેજિટેરિયન રાજ્ય છે અને 70% લોકો શાકાહારી છે.’ એટલે સાંભળનાર વાતને માની બેસે પણ હકીકતમાં હરિયાણા સૌથી વધારે શાકાહારી છે! પણ સાંભળનાર પાસે ચોક્કસ આંકડા નથી અને એ અનુમાનથી માની જાય! વળી, અમુક લોકો કે જે સાચું તો બોલે છે પણ બધા સવાલના જવાબ આપતા નથી. દા.ત. એક કોન્ટેસ્ટમાં ભાગ લેનારાઓને ‘સેકન્ડહેન્ડ કાર’ વેચવાની ચેલેન્જ આપવામાં આવી. એ બધી કારોમાં ઘણા બધા મિકેનિકલ પ્રોબ્લેમ્સ હતાં ને લોકોને પ્રામાણિક રહેવાનું કહેવામાં આવેલું. પરંતુ 71% લોકોએ તો પણ ખરીદનારને, ખોટી વાતોથી ભરમાવવાનો આઇડિયા અપનાવ્યો. જેમકે- ‘ગાડી તો ટનાટન છે. જુઓને, હમણાં ગયા અઠવાડિયામાં જ્યારે તાપમાન માઈનસ 5 ડિગ્રી ફેરનહિટ થયું હતું ત્યારે પણ ગાડીને ચાલુ કરવામાં જરાયે પ્રોબ્લેમ આવ્યો નહીં!’ વેલ, ટેક્નિકલી, આ વાત સાચી હશે પણ કારની બીજી બધી ખામીઓ છુપાવનારી ને ગેરમાર્ગે દોરનારી વાત હતી ને?વળી, જો તમે કોઈ વાતને વધારે ભાર આપીને ‘અર્ધસત્ય’ કહેશો તો સાંભળનાર ચોક્કસ માની લેશે, દા.ત.‘કોઈ પણ ભાગીદારીમાં 1 ટકાનો ઘટાડો (અથવા વધારો) શોકિંગ કહેવાય.’ કંઇ સમજાયું? રાજકારણીઓ અને શેરબજારનાં લોકો આવું હંમેશાં કરે છે. આમ છતાંય તમારી વાત કોઇ ના માનતું હોય તો તમારા મુદ્દાને સાબિત કરવા કોઇ ઈન્ટરેસ્ટિંગ કિસ્સો કે વાર્તા બનાવી નાખો. જેમ કે- કોઇ સાઇકલનો સેલ્સમેન કહે કે ‘મારા દાદા સાઇકલ ચલાવીને 99 વરસ જીવ્યા પણ મારા પપ્પા કાર ચલાવતા હતા તો તેઓ 70 વરસે મરી ગયા, કારણ કે કસરત ના થઇ ને?’સાંભળનારને વાત લોજિકલ લાગે અને તરત જ 3 ગિયરની સાઇકલ, 4 ગણા ભાવે ખરીદી લે. એનાથી વધીને ‘અર્ધસત્ય’ વેચવા માટે લોકો આંકડાઓની માયાજાળ ફેંકે. જેમકે- ‘ધારો કે એક કંપનીમાં 11 કર્મચારીઓ છે. એમાંથી 10 કર્મચારીઓ વર્ષમાં 8 લાખ રૂ. કમાય છે અને 11મો માણસ જે કંપનીનો માલિક છે એ 40 લાખ કમાય છે. તો કંપનીનો વાર્ષિક એવરેજ પગાર 45 લાખ થાય. સાચું કે ખોટું? ચતુર કરો વિચાર! માટે જ હાર્વર્ડનું રિસર્ચ કહે છે કે એવરેજ માણસ એવું માને છે કે સંપૂર્ણ જુઠ્ઠું બોલવા કરતાં, નાનું-મોટું કપટ કરવું, પ્રેક્ટિકલી ચાલે! પણ જો સામેવાળો કપટ કરે તો આપણે એના પર ભરોસો નથી કરતા. અંદરથી સૌ જાણે જ છે કે કપટ, એકજાતનું જૂઠ છે!-અને આ જગતમાં સૌથી વધારે છળ, કપટ ને જૂઠ, પ્રેમસંબંધોમાં થાય છે- જેને માટે કોઇ હાર્વર્ડ સ્ટડીની જરૂરત નથી!એન્ડ ટાઇટલ્સઆદમ : તું મને કેટલો પ્રેમ કરે છે?ઇવ: જેટલો તું કરે છે, એનાથી વધારે! {sanjaychhel@yahoo.co.in 06 06 ઓફબીટતમે કૃષ્ણનેજોયાં છે? ઓફબીટતમે કૃષ્ણનેજોયાં છે? બુધવાર17 ઓગસ્ટ, 2022 બુધવાર17 ઓગસ્ટ, 2022 સાંઈ-ફાઈભારતએટલે? સાંઈ-ફાઈભારતએટલે? હાર-પ્રકરણનો આટલો જ સાર છે, નીતિશકુમાર ભલે તેના મુખ્ય નાયક (કેટલાકના મતે ખલનાયક) હોય, પણ પ્રકટ-અપ્રક હાર-પ્રકરણનો આટલો જ સાર છે, નીતિશકુમાર ભલે તેના મુખ્ય નાયક (કેટલાકના મતે ખલનાયક) હોય, પણ પ્રકટ-અપ્રકટ હેતુ માત્ર બિહાર સરકારને પોતાના નવા સંગાથીઓથી ચલાવવાનો નથી, વાત કંઈક બીજી જ છે.એક તો, આ અદ્્લ ‘બિહારી’ રાજકારણ છે તેમાં એકલાં નાત-જાત-કોમ-સંપ્રદાયનાં જ સમીકરણ ચાલતાં નથી, બીજું ઘણું બધું છે. પ્રકાશ ઝાની ફિલ્મ જેમણે જોઈ હશે તેમને અહીં બેઠા ખ્યાલ આવી જશે.બીજું, શરૂઆતનાં વર્ષોને બાદ કરતાં મોટાભાગના મુખ્યમંત્રીઓ અને રાજકારણીઓ એક યા બીજા ભ્રષ્ટાચારથી જોડાયેલા રહ્યા છે. અહીંની અ-રાજકતાના અનેક નમૂના છે. કેન્દ્રના રેલમંત્રી લલિતનારાયણ મિશ્રાની કરપીણ હત્યા કરવામાં આવી, તો બીજી બાજુ ચારા કૌભાંડના મુખ્ય આરોપી પૂર્વ મુખ્યમંત્રી હજુ જેલવાસી છે, પણ તેજસ્વી વળી પાછો ઉપ-મુખ્યમંત્રી બને છે. આવું બિહારમાં બની શકે કે લાલુ નહીં, તો રાબડીદેવી મુખ્યમંત્રી બની જાય! આપણે ત્યાં એકવાર આવી શક્યતાઓ હતી. ચીમનભાઈ પટેલના અવસાન પછી ઉર્મિલાબહેન મુખ્યમંત્રી બને તેવી હિલચાલ શરૂ થઈ હતી, પણ છબીલદાસ મહેતા ફાવી ગયા! ત્રીજું, બિહાર રાજનીતિના બે છેડા સાથે જીવે છે. સદાકત આશ્રમ અને ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા સાધુચરિત રાષ્ટ્રપતિ બિહારે આપ્યા. જેપી આંદોલન આ ભૂમિ પરથી શરૂ થયું. અત્યારના ઘણાખરા નેતા- સુશીલ મોદી, લાલુપ્રસાદ યાદવ, રવિશંકર પ્રસાદ, મુલાયમ સિંહ યાદવ વગેરે... જેપી આંદોલનની નીપજ છે. બધા, અલગ-અલગ પક્ષોમાં!આ ત્રણ બાબતોને નજરમાં લઈએ તો નીતિશકુમારની રાજનીતિ (?)નો નકશો બરાબર ખબર પડી જાય છે. એક તો, બિહારમાં નીતિશ-લાલુના પક્ષોમાં મહારાષ્ટ્રની જેમ ઘમાસાણ શરૂ થઈ ગયું હતું. આ પક્ષોને બીક હતી કે તેનો ફાયદો ભાજપ ઊઠાવશે. એ પહેલાં જ નીતિશકુમાર-તેજસ્વી ‘ચાચા-ભતીજા’ અગાઉ લડીઝઘડીને પાછા એક થઈ ગયા. બીજી વ્યૂહરચના ‘બિહાર-મોડેલ’ને બીજા પ્રદેશોમાં, આગામી સાત રાજ્યોની વિધાનસભાઓમાં અને છેવટે 2024ની લોકસભાની ચૂંટણીમાં લાગુ પાડવાની છે. આવા અખતરા અગાઉ થયા તે સફળ નથી રહ્યા. આંશિક જોડાણ, જે તે રાજ્યો પૂરતું થયું, પણ મૂળમાં રાષ્ટ્રીય સ્તરે ‘મહાગઠબંધન’ને ઘણા પ્રશ્નો નડે છે. શું તેમાં નીતિશકુમારને ગઠબંધનના અધ્યક્ષ બનાવીને અસરકારક મોરચો બનાવી શકાય? આ પ્રશ્નનો ઉત્તર એટલા માટે સહેલો નથી કે નીતિશકુમારના જેડી-યુ પ્રાદેશિક પક્ષ છે, અગાઉ તે જ્યોર્જ ફર્નાન્ડિઝની સમતા પાર્ટીમાં હતા. નીતિશનો કોંગ્રેસ-વિરોધ પુરાણો છે, પણ બદલાતા સંજોગોમાં તેમણે સરકાર-પલટાની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ અધ્યક્ષોને ફોન કર્યો. કોંગ્રેસે નવી સરકારને ટેકો આપ્યો. સાત પક્ષોની આ સરકારમાં મોટી ટકરામણ ત્રણ પક્ષોની રહેશે. રાજકીય નિરીક્ષકોના ધારવા મુજબ આ કમઠાણ વધુ દિવસો સુધી સત્તા પર નહીં રહી શકે. તેજસ્વીના કુલગુરુ લાલુપ્રસાદ અગાઉ નીતિશ-મૈત્રીનો સ્વાદ ચાખી ચૂક્યા છે.અત્યારે નીતિશ-સરકારમાં વર્ચસ્વ પાથરીને તેઓ નીતિશકુમારનો રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં ધક્કો મારવા માગે છે. લાગે તો તીર, નહીં તો થોથું! ત્યાં એક તો કોંગ્રેસ જેવો અખિલ ભારતીય પક્ષ અસ્તિત્વ ધરાવે છે. ભાંગ્યું ભાગ્યું તોય ભરૂચ છે! પૂર્વેની વિરાસતના નામે હજુ તેમને વહાણ ચલાવવું છે. તેમાં એક વર્ગ માને છે કે શ્રીમતી સોનિયા અને રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસ ચાલી શકે જ નહીં. કેટલાક તેને આર્થિક કારણ સાથે જોડે છે. સોનિયા કે રાહુલ પણ ટસના મસ થતાં નથી. શરદ પવારનું મહાગઠબંધન કે યુપીએના નેતા તરીકે નામ આવ્યું કે બધા ભડકી ગયા. કોંગ્રેસમાંથી જ િવરોધનો સૂર કે અધ્યક્ષ અને બીજી ચૂંટણી તો કરો, ને દબાવી દેવાયો. હવે ઓગસ્ટમાં તેની ચૂંટણી થવાની છે. ખરેખર તેમ થશે કે પાછી ઠેલાશે? કે પછી ‘દેખાડો’ કરીને એના એ હોદ્દા-વિતરણ થઈ જશે? આમાંથી કપિલ સિબ્બલે તો સ્વતંત્ર ઉમેદવાર બનીને છેડો ફાડ્યો, મનીષ તિવારી વારંવાર નિવેદનો કરે છે, આઝાદ અટવાયા કરે છે. જયરામ રમેશને પ્રવક્તા બનાવી દેવાયા તો સૂરજવાલા વંકાયા. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત છે. છતાં રાષ્ટ્રીય સ્તરે કોઈ મહાગઠબંધન કે મોરચો રચાય તો પહેલી દાવેદારી કોંગ્રેસની છે.મહારાષ્ટ્રમાં ધોબી-પછડાટ ખાઈને શરદ પવાર થોડા શાંત થયા, પણ ચૂપ રહેશે નહીં. તેમના તો મૂળમાં રાજકીય નેતાગીરી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલનો દાવો યથાવત છે એવું જ દક્ષિણ ભારતમાં ડીએમકેના સ્ટાલિનનું છે. ‘આપ’ને હવે લાગે છે કે ચૂંટણી એકલા લડવી પછી પરિણામો પર આધાર રાખીને જોડાણ કરવાં. નીતિશકુમાર રાષ્ટ્રીય સ્તરે પ્રભાવી બનવા માંગતા હોય, પણ તેમના રાજકીય ગુરુ ડો. રામમનોહર લોહિયા, જયપ્રકાશ, વિરોધ પક્ષે હતા ત્યારના વાજપેયી જેવી મહત્તા ક્યાંથી લાવશે? સમતા પાર્ટીમાં ફર્નાન્ડિઝને તેમની મર્યાદાઓની જાણ હતી એટલે બિહાર પૂરતા સક્રિય રાખવાની સલાહ આપી હતી. કુરમી, યાદવ, ઓબીસી જેવાં જૂથોનું રાજકારણ એ બિહારની પરંપરાની આદત છે. હમણાં એક સંગોષ્ઠિમાં અગાઉ મંત્રી રહી ચૂકેલા, રાજકીય વિદ્વાન અધ્યાપક ડો. સંજય પાસવાનને સાંભળ્યા, તેમનો તર્ક એવો હતો કે આ ‘ડાયસ્પોરા’ શબ્દનો હિંદી અનુવાદ થતો નથી તો ‘બિહારી’-‘વિહારી’ શબ્દ ચાલે. મેં મજાકમાં કહ્યું કે ‘બિહારી એ જ કરી રહ્યો છે ને રાજકારણમાં?’આજનું બિહાર તેનાં જોડાણ, તોડાણ, ફેરજોડાણ અને મહાગઠબંધનનાં સપનાંથી ઘેરાયેલું છે. યાદ છે, એકવાર લાલુપ્રસાદે કહ્યું હતું: ‘પ્રધાનમંત્રી હોઉં તો હોઉં પણ ખરો!’ મુલાયમ સિંહની પણ એવી મનેચ્છા ખરી, પરંતુ અત્યારે તો નરેન્દ્ર મોદીની સામે, સમાંતર પ્રભાવ સાથેનું નેતૃત્વ પૂરું પાડવું એ જ તમામ વિપક્ષોની સૌથી મોટી સમસ્યા છે.{vpandya149@gmail.com 80 રૂપરડીના છરાથી સાતનાં મર્ડર 80 રૂપરડીના છરાથી સાતનાં મર્ડર ક્રાઈમ ઝોનપ્રફુલ શાહ ક્રાઈમ ઝોનપ્રફુલ શાહ સમયના હસ્તાક્ષરવિષ્ણુ પંડ્યા સમયના હસ્તાક્ષરવિષ્ણુ પંડ્યા અંદાઝે બયાંસંજય છેલ અંદાઝે બયાંસંજય છેલ >
<area shape="rect" class="borderimage" coords="5.47,31.13,336.77,195.27" href="javascript:void(0);" onclick="return show_pop(
X