X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
123456

ટ્રાયલ સમય પૂરો થવામાં 19217 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="645.24,911.26,800.89,1027.29" href="javascript:void(0);" onclick="return show_pop( પ્રકૃતિના વિશાળ ખેતરને બ્રહ્મ કહે છેએ ખેતરનું સૌથી પવિત્ર વિસ્મય SEX છે! }}}ચીનમાં ખાતાધારકોના દેખાવો હિંસક થવા માંડ્યા છે. આને કારણે સરકારી દળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણ ચાલ }}}ચીનમાં ખાતાધારકોના દેખાવો હિંસક થવા માંડ્યા છે. આને કારણે સરકારી દળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણ ચાલુ થયું છે }}}જીવનમાં ખરા અધ્યાત્મનો પ્રારંભ વિસ્મયથી થતો હોય છે. જે માણસ સાઇકલને વિસ્મયપૂર્વક ન નીરખે, તે સૂર્ }}}જીવનમાં ખરા અધ્યાત્મનો પ્રારંભ વિસ્મયથી થતો હોય છે. જે માણસ સાઇકલને વિસ્મયપૂર્વક ન નીરખે, તે સૂર્ય, ચંદ્ર, નદી, સાગર કે વૃક્ષને વિસ્મયપૂર્વક નીરખે એ શક્ય ખરું? રા ‌વિસ્મય સાથે તમે કોઈ સાઇકલને જોઈ છે ખરી? માણસે સદીઓ પહેલાં જ્યારે ચક્રની શોધ કરી પછી હજારો વર્ષ બ રા ‌વિસ્મય સાથે તમે કોઈ સાઇકલને જોઈ છે ખરી? માણસે સદીઓ પહેલાં જ્યારે ચક્રની શોધ કરી પછી હજારો વર્ષ બાદ આપણને ‘સાઇકલ’ નામની કવિતા મળી! દુનિયાની ક્રાંતિકારી વિચારક આઈન રૅન્ડ સાવ નવું વિચારવા માટે જાણીતી વિદુષી હતી. એણે લખ્યું છે કે ચક્રની શોધ કરનાર માણસને જીવતો બાળી મૂકવામાં આવેલો. કાકાસાહેબ તો ચક્રની શોધ કરનારા એ મનુષ્યને ‘ચક્રઋષિ’ કહે છે. આજની સાઇકલ પણ ચક્રઋષિ દ્વારા મળેલી મહાન ભેટ ગણાય. જ્યારે પણ સાઇકલ ચલાવો ત્યારે એક સેકન્ડ માટે એ ચક્રઋષિનું સ્મરણ કરશો? જીવનમાંથી પૈડું કાઢી લો પછી શું શું બચે તેનો વિચાર કરવા જેવો છે. કાર ન બચે, ટ્રેન ન બચે અને વિમાની મુસાફરી પણ નહીં બચે. અનાજ દળવાની ઘંટી ન બચે અને તેલ કાઢવાની ઘાણી પણ નહીં બચે. નવરાત્રિમાં ફરતા ગરબા પણ ચક્રઋષિને આપેલી સ્મરણાંજલિ ગણાવી જોઈએ. વિમાન આકાશમાં ઊડે તે પહેલાં રનવે પર દોડે, તે પણ ચક્રઋષિના પ્રતાપે જ ને? કુંભારનો ચાકડો પણ ફ્લાયવ્હીલનો આદ્યપિતા જ ગણાય. કાર ચલાવતી વખતે જે ચાર મૂકસેવકો ગતિભેર ફરતાં રહે છે તેને લોકો વ્હીલ્સ કહે છે અને એ ચાર વ્હીલ્સમાંથી ગતિમાં ચાર ટાયરોનો ફાળો ભૂલવા જેવો નથી.દારેસલામમાં પ્રવચનો ગોઠવાયાં ત્યારે ટાન્ઝાનિયાના જંગલ વિસ્તારોમાં દિવસો સુધી ભ્રમણ કરવાનું બન્યું હતું. અમારી સાથે બે મિત્રો હતા: અશ્વિનભાઈ ગણાત્રા અને જનાર્દન શુક્લ. જનાર્દનભાઈ સુજ્ઞ વાચક અને મારા ચાહક પણ છે. તેઓ મૂળ ધ્રાંગધ્રાના છે. એ મિત્રોએ મને આદિવાસીઓએ બનાવેલી સાઇકલ બતાવી ત્યારે મારા રોમહર્ષનો પાર ન રહ્યો. સાઇકલમાં ક્યાંય લોખંડ ન હતું. બે લાકડાનાં ચકરડાં હતાં. માનશો? એ સાઇકલ દોડતી હતી અને સાવ અપ્રદૂષિત એવો એક આદિવાસી આફ્રિકન એના પર બેઠો પણ હતો. સાઇકલ ધીમી ગતિએ દોડે ત્યારે આચકાભેર દોડે કારણ કે પૈડાં સંપૂર્ણ ગોળાકાર ન હતાં. આવી ગ્રામોદ્યોગી સાઇકલ જોઈ ત્યારે ચક્રઋષિને વંદન થઈ ગયાં અને સાથોસાથ કાકાસાહેબનું પણ સ્મરણ થયું. સાઇકલ સાથે ઊભેલા આફ્રિકન આદિવાસીઓ હસે ત્યારે એક બાબત નવી જડે. દેહ સંપૂર્ણ શ્યામરંગી હોવાને કારણે એમના દાંતની સફેદી વધારે સફેદ જણાય. આવા અપ્રદૂષિત અને શ્યામસુંદર આદિવાસીઓને મળવું એ તો સાક્ષાત્ માનવતાને મળવા બરાબર ગણાય. દિવસ સુધરી ગયેલો! શ્યામસુંદર શ્રીકૃષ્ણનું પીતાંબર ખાદીનું હતું. છે કોઈ શંકા? એમની માખણચોરી પણ કવિતા બનીને ઊજળી થઈ! જગતમાં ક્યાંય ચોરી સાથે કવિતાનો આવો દિવ્ય અનુબંધ રચાયો હશે ખરો? જે ગોપીનું માખણ ચોરાય, તે ધન્ય ધન્ય!જીવનમાં ખરા અધ્યાત્મનો પ્રારંભ વિસ્મયથી થતો હોય છે. જે માણસ સાઇકલને વિસ્મયપૂર્વક ન નીરખે, તે સૂર્ય, ચંદ્ર, નદી, સાગર કે વૃક્ષને વિસ્મયપૂર્વક નીરખે એ શક્ય ખરું? વિખ્યાત ગણિતજ્ઞ, વિજ્ઞાની અને ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલનું એક મહાવિધાન હૈયે વસી ગયું છે:વિજ્ઞાન અને ધર્મવચ્ચે જે અવાંતરભૂમિ (No Man’s Land )આવેલી છે, તેનેફિલસૂફી કહે છે.દુનિયામાં કોઈ પણ દેશની બુકશૉપમાં જવાનું બને તો એક વાતનો ખ્યાલ તરત આવી જશે કે આજે ફિલસૂફીનાં પુસ્તકો સૌથી વધારે વંચાય છે અને વેચાય છે. આજનો છિન્ન-વિચ્છિન્ન મનુષ્ય ફિલસૂફીમાં થોડુંક આશ્વાસન મેળવે છે. જે સાહિત્યકાર પાસે ફિલસૂફીનું જાણપણું નથી તેઓ અધૂરા સાહિત્યકારો ગણાય. એક સૂત્ર પાકું કરી રાખવા જેવું છે: ‘Wonder is the beginning of philosophy and philosophy is the beginning of wisdom.’ (આમ આપણે જેને તત્ત્વજ્ઞાન કહીએ છીએ તે તો શાણપણની શરૂઆત છે.) શાણપણનો ખરો સંબંધ વિસ્મય સાથે છે. હું સાધુ બનવાનો વિચાર ક્યારેય નથી કરતો, પરંતુ ભૂલેચૂકે પણ હું સાધુ બનું, તો મારું નામ ‘સ્વામી વિસ્મયાનંદ’ જ રાખું. સાધુ બનવાની મારી પાત્રતા પણ નથી. મને સંસારમાં રહીને લગભગ સાધુજીવન ગાળનારા મનુષ્યો વધારે ગમે છે. જો ઘર મંદિર જેવું બને તો જીવન સાધુતાથી શોભતું બની શકે. સંસ્કૃત શબ્દકોશમાં તો ઘર એટલે મંદિર. આજના પ્રક્ષિપ્ત માણસને વાનર કરતાં મોટા કદનું મગજ મળ્યું છે, પરંતુ મગજને બદલે મગજમારીને પનારે પડ્યાનો ગમ એને નથી સતાવતો. જીવનભર મગજમારી ચાલતી રહે છે. મગજમારીના પતિનું નામ સ્વાર્થ છે. સ્વાર્થનો નશો સગા ભાઈને પણ છોડવા તૈયાર નથી હોતો. ઘણીખરી ટીવી સિરિયલો મગજમારી પર ચાલે છે. આપણી આસપાસ સતત ખીલતી અને ખૂલતી પ્રકૃતિની સહજમારી કેવી હોય?ખીલવું અને ખૂલવુંએ પુષ્પનો સુગંધસિદ્ધ અધિકાર છે.વહેવું અને સતત વહેવુંએ નદીનો સાગરસિદ્ધ અધિકાર છે.ટમટમવું અને સતત ટમટમવુંએ તારાનો આકાશસિદ્ધ અધિકાર છે.વરસવું અને મન મૂકીને વરસવુંએ વાદળનો ધરતીસિદ્ધ અધિકાર છે.જીવવું અને ધરાઈને જીવવું,એ પ્રત્યેક માનવીનો ઉપનિષદસિદ્ધ અધિકાર છે!એક વિદ્વાન પ્રોફેસર ઓચિંતા ઘરે આવી ચઢ્યા અને મને અત્યંત અઘરો પ્રશ્ન પૂછી બેઠા: ‘ગુણવંતભાઈ! આ બ્રહ્માંડનું સૌથી ગહન ગણાય તેવું વિસ્મય કયું?’ એક ક્ષણના વિલંબ વિના મેં આવા મહાપ્રશ્નનો જવાબ આપ્યો: ‘મિત્ર! સેક્સ એ આપણી ચણીબોર જેવડી પૃથ્વી પર પાંગરતું સૌથી ગહન અને આદરણીય વિસ્મય છે. મારે મન તો સેક્સ અત્યંત પવિત્ર એવી પ્રાકૃતિક અને સાર્વત્રિક ઘટના છે. આવી સહજ બીજી કોઈ ઘટના નથી. આવી પવિત્ર ઘટનાને માણસ બળાત્કાર (વિનયભંગ) જેવી નીચ દુર્ઘટના સુધી તાણી ગયો! સેક્સને વિસ્મય સુધી ઊંચી કક્ષાએ લઈ જવામાં માનવજાતને મળેલી નિષ્ફળતા જ યુદ્ધ અને હિંસા માટે જવાબદાર છે. આ વાતને અહીં અટકાવી દેવામાં જ શાણપણ રહેલું છે. ‘બાત નિકલેગી તો બહુત દૂર તક જાએગી.’ વાચકો પ્રત્યે કરુણા રાખવી પડે! સેક્સ અંગેની આવી સમજણ મને કૃષ્ણ તરફથી મળી છે. કૃષ્ણે ગીતામાં પણ સેક્સનો ઉચિત મહિમા કર્યો છે. (અધ્યાય: 7, શ્લોક-11)કૃષ્ણ કહે છે: ‘હે અર્જુન! ધર્મથી વિરોધમાં ન હોય એવો કામ (sex) હું છું.’ (7, 11) ⬛}}}પાઘડીનો વળ છેડેએક પુરાણા તળાવનીશાંતિ ચીરીનેદેડકો પાણીમાં કૂદી પડ્યોઅને ત્યારે સર્જાયોશાશ્વત શાંતિનો છંદોલય!બાશો(જાપાની કવિ)Blog:http://gunvantshah.wordpress.com ટાલ સે તાલ મિલા ટાલ સે તાલ મિલા નમાં અભૂતપૂર્વ આર્થિક કટોકટીના એંધાણ વરતાવા માંડ્યાં છે. ચીન ભીષણ આર્થિક તંગીના સમયમાંથી પસાર થઈ રહ્ નમાં અભૂતપૂર્વ આર્થિક કટોકટીના એંધાણ વરતાવા માંડ્યાં છે. ચીન ભીષણ આર્થિક તંગીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. અર્થવ્યવસ્થા જાણે કે ભાંગીને ભટુરિયું થઈ ગઈ છે. હજારો લોકો જેમણે બેંકોમાં પોતાના પૈસા મૂક્યા છે તેઓ રાતોરાત કંગાળ થઈ ગયા છે. તેઓને પૈસા પાછા મળે તેવું લાગતું નથી. બેંકોની કોમ્પ્યુટર સિસ્ટમ ડાઉન છે. બેંકોમાં પૈસા લેવા આવનાર ભીડ ઉપર કમ્યુનિસ્ટ સુરક્ષા દળ લાઠી, દંડા અને ગોળીઓ વરસાવી રહ્યું છે. તે જોતાં લાગે છે કે પાકિસ્તાનના પહેલા ચીન કંગાળ થઈ ગયું છે. ચીનના હેનાન પ્રાંતમાં અત્યારે શ્રીલંકા જેવી પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે. દુનિયા સામે પોતાની આર્થિક સદ્ધરતાને જોરે માથું ઊંચું કરીને ફરનાર ચીનની પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. એની 4000 બેંકો કંગાળ થઈ ચૂકી છે. આ બેંકો પાસે પોતાના ખાતેદારોને પરત કરવા માટે પૈસા બચ્યા નથી. એમની તિજોરીનું તળિયું દેખાઈ ગયું છે. ચીનની અર્થવ્યવસ્થાની ગાડી પાટા ઉપરથી ઊતરી ચૂકી છે. બેંકોની આ કટોકટી એપ્રિલ, 2022થી સપાટી પર આવી છે. લોકોની ધીરજનો અંત આવી ગયો છે. બેંકોને નાદાર થતી બચાવવા માટે ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા લાખો ખાતાં ફ્રિજ (સ્થગિત) કરી દેવામાં આવ્યાં છે. એનો અર્થ એ થાય કે ચીનની કોમ્યુનિસ્ટ સરકારે બેંકોમાંથી પૈસા કાઢવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. કોમ્યુનિસ્ટ સરકારના આ વલણને કારણે બેંકો સામે ભેગી થતી ભીડ હવે વધતી જાય છે અને તેનો રોષ એટલો પ્રબળ છે કે ચીનની કોમ્યુનિસ્ટ સરકાર અને પ્રજા સામસામે આવી ગઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી ભીષણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલ શી જીનપીંગની પોલ અમેરિકન ટેલિવિઝન ચેનલ સીએનએન દ્વારા ખોલી નાખવામાં આવી છે. ચીનમાં મીડિયા તો ઠીક પણ બહારની કોઈ એજન્સી કે ટેલિવિઝન સરકાર વિરુદ્ધ કોઈ પણ સમાચાર પ્રસિદ્ધ નથી કરી શકતી. ચીનમાં મુખ્ય પ્રેસ મીડિયા સરકારનું જ છે. પહેલીવાર એક વિદેશી ચેનલે ચીનની આ પોલિસીમાં ગાબડું પાડીને ચીનની આર્થિક બેહાલીની સનસનીખેજ વિગતો મેળવવામાં સિદ્ધિ મેળવી છે. સીએનએનની ખબર મુજબ ચીનની 4000 કરતાં વધુ બેંક બંધ થવાની પરિસ્થિતિમાં ડચકાં ખાઈ રહી છે. ચાર લાખ ખાતેદારોની મહેનતની કમાઈના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. આ ખાતેદારો ઓનલાઇન કે એટીએમ દ્વારા પૈસા ન કાઢી લે તે માટે બધી બેંકો દ્વારા પોતાના કોમ્પ્યુટર ઠપ કરી બેંકોની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી છે. આમ છેલ્લા ચાર મહિનાથી બેંકોએ પૈસા વિથડ્રો કરવા એટલે કે કાઢવા ઉપર રોક લગાવી દીધી છે. ચીનના સ્થાનિક મીડિયામાં પણ હવે સરકાર વિરોધી ખબર આવવા માંડી છે. આ પરિસ્થિતિનો કોઈ ઉપાય ચીનની સરકારને જડતો હોય એવું દેખાતું નથી. તમે બેંકોમાં તપાસ કરો તો આવી પૃચ્છાના જવાબમાં બેંકમાં મેન્ટેનન્સ કામ ચાલે છે એટલે બધી સિસ્ટમ બંધ છે એવું કહેવામાં આવે છે. ચીનની યુડો સીમીનસીંગ બેંક, યુમીન વિલેજ બેંક, કોમ્યુનિટી બેંક અને ઓરિએન્ટલ બેંક તાનચાઇમાંથી ખાતાધારકો પૈસા કાઢી શકતા નથી. આમ હજારો લોકો બેંકોની આ કટોકટીને કારણે નિસહાય બનીને તકલીફ વેઠી રહ્યા છે. ચીનના પ્રમુખ શી જીનપીંગે આ પરિસ્થિતિમાં બેંકના સામે દેખાવો કરતી ભીડ સામે સખ્તાઈથી કામ લેવાનું કહ્યું છે. હેનાન પ્રાંતનાં ઘણાં શહેરોમાં ચીનનાં સુરક્ષા દળોએ પોતાના પૈસા કાઢવા માટે ભેગી થયેલ ભીડ ઉપર લાઠીચાર્જ અને ક્યાંક ગોળીબાર પણ કર્યા છે. પરિણામે ચીનમાં ખાતાધારકોના દેખાવો હિંસક થવા માંડ્યા છે. આને કારણે સરકારી દળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણ ચાલુ થયું છે જેને પરિણામે કેટલા ઘવાયા એની આધારભૂત વિગતો હજુ સુધી મળતી નથી.અત્યાર સુધીની ઘટનાઓ ઉપરથી લાગે છે કે ચીન ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આની સરખામણીમાં ભારતીય બેંકોમાં પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે એમ કહી શકાય. આજે ચીનની અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં બીજા નંબરે છે પણ પરચેઝ પ્રાઇસ પેરિટીની દૃષ્ટિએ ચીન પહેલું અને અમેરિકા બીજા નંબરે આવે છે. આ જોતાં ચીનમાં અર્થવ્યવસ્થા આટલી ઝડપથી ગબડે તે સ્થિતિ સમજાતી નથી. ⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. ) ટાલ છું. સદીઓ પહેલાં પણ હું ટાલ હતી અને વર્ષો પછી પણ હું તો ટાલ જ રહેવાની. શાસ્ત્રોમાં આમ જુઓ તો માર ટાલ છું. સદીઓ પહેલાં પણ હું ટાલ હતી અને વર્ષો પછી પણ હું તો ટાલ જ રહેવાની. શાસ્ત્રોમાં આમ જુઓ તો મારો ક્યાંય સીધો ઉલ્લેખ નથી. પણ મને શંકા છે કે રાવણના ભાઈ કુંભકર્ણને સૂતાં સૂતાં ટાલ પડી જ હશે. ભીમે જરાસંઘના વાળ ખેંચીને તેને અવશ્ય ટાલિયો બનાવ્યો જ હશે. શૂર્પણખા પોતાના ખરતા વાળની દવા શોધવા જ ચિત્રકૂટ સુધી આવી હશે.કોઈ મારી નજરે સંશોધન કરે તો ‘ટાલ મહિમા’, ‘ ટાલ ચાલીસા’ કે ‘ટાલો ઉદ્ધાર ગ્રંથ’ બહાર પડે એટલી માહિતી મળી શકે એમ છે. પરંતુ ટાલ ઉપર બહુ રિસર્ચ થાય એવું કોઈ વાળવાળા લોકો ઇચ્છતા નથી હોતા. બસ! આ જ કારણથી હું સ્વયં મારી ઇચ્છાથી પ્રગટ થઇ ‘ટાલ જ્ઞાન’ આ આત્મકથા સ્વરૂપે હસાયરામના માધ્યમથી પ્રગટ કરી રહી છું. કારણ કે સાંઈરામે પોતાના મસ્તક પર હસતા મોઢે મને સ્વીકારી છે જેથી હું આ કલાકાર પર પ્રસન્ન છું.શાસ્ત્રોમાં લખ્યું છે કે ‘જેના પર ટાલ પ્રસન્ન તેની કાલ પ્રસન્ન!’ (કયા શાસ્ત્રમાં લખેલું છે એ બહુ યાદ નથી...!) સાંઈરામના શરીરના અગ્ર ભાગ પર મારી મજબૂત પકડ હોવા છતાં, મારી પ્રસન્નતા અને આશીર્વાદને લીધે જ તેના પાછળના લાંબા વાળ હજુ મેં અકબંધ રાખ્યા છે. કવિઓ, કલાકારો, રાજપુરુષો અને કેટલાક સંતોએ મને સ્વીકારી મારા હોવાપણાને સાર્થક કર્યું છે. બાકી મારી બર્થ ડેટ આમ તો કોઈને યાદ નથી. સ્કૂલમાં મને ભણાવી ન હોવાથી મારું લીવિંગ સર્ટિ. કાઢવામાં જ નથી આવ્યું. પરંતુ રાજાશાહી વખતે લોકો વિધવિધ આકારની પાઘડીઓ પહેરતાં. પ્રજાએ પાઘડી છોડી અને ટાલનો જન્મ થયો આવું એક વૃદ્ધ ટાલ પાસેથી સાંભળેલું.ભારત સરકારે Cashલેસ થવાનું નોટબંધી પછીથી એલાન આપ્યું પરંતુ આ ધરતીની સૌથી પ્રથમ ‘કેશલેસ’ તો હું છું. ‘ટાલ પડી’ એમ બધાં બોલે છે. પરંતુ ક્યાં પડી? કેવી રીતે પડી? ટાલને પડ્યાં પછી લાગ્યું કે નહી? કોઈ ડ્રેસિંગ કે ડૉક્ટરની જરૂર છે? આવું કોઈ પૂછતું નથી.કોઈ ટાલિયા કવિએ મારા વિશે યોગ્ય જ લખ્યું છે કે...‘ટાલ એ બીજું કંઈ નથી,દાંતિયા સાથેના છૂટાછેડા છે.’તો અન્ય એક કવિ પાણીપૂરીએ મારા વિશે કહ્યું છે: ‘જ્યારે આ જગમાં ટાલની શરૂઆત થઈ હશે, ત્યારે શૅમ્પૂના ધંધાની રજૂઆત થઇ હશે.’ ‘વાળ ઉગાડવા બેસું તો વરસોના વરસ લાગે, બાબરી પાડવા બેસું તો વરસોના વરસ લાગે.’ છૂછોત્તમ ચટ્ટોપાધ્યાયે મારા માટે ગીત સ્વરબદ્ધ કર્યું છે:‘મારા આ સ્કાલ્પ મહીં મોવાળા નથી,મને કોઈ ટાલિયાની બીક ન બતાવો.’હું ટાલ છું. સ્વચ્છંદી મારો સ્વભાવ છે. કોઈ મને બોલાવે કે ના બોલાવે. મારો સમય થાય એટલે હું તરત જ તે ધારકના શિરે સવાર થાઉં છું. આજ સુધી કોઈ અસુરે પણ વરદાનમાં મને માગી નથી તો પછી મનુષ્યો પાસેથી શું અપેક્ષા રાખવી?વર્ષોથી હું ઉપેક્ષિત છું. છતાં અડીખમ છું. ધીમા પગલે જ્યારે મારી શરૂઆત થાય છે ત્યારે પહેલાં તો ધારક ધમપછાડા આદરે છે. પોતાના વાળને બચાવવા અલગ અલગ કંપનીના મોંઘાદાટ તેલ, કિંમતી શૅમ્પૂઓ, કેટકેટલી દવાઓ અને ક્યારેક તો ડુંગળીના રસ અને ઘોડાની લાદ સુધ્ધાં માથામાં નાખીને મને દૂર ભગાવવાના પ્રયત્નો કરાય છે.મારી અને ભૂમાફિયાઓ વચ્ચે ઘણી સામ્યતા છે. અમને એકવાર જે જમીન ગમે એને ગણતરીના દિવસોમાં પચાવી પાડીએ છીએ. મારી અંદર ઠાંસીઠાંસીને હિંમત ભરેલી છે. કોઈ રાજા, શ્રીમંત કે મંત્રીથી પણ હું ફાટી ન પડું. હું એકવાર નિશ્ચય કરી લઉં કે મારે આના મસ્તકને સફાચટ્ટ કરવું છે, પછી જગતની કોઇ તાકાત મને અટકાવી શકે નહીં. આ રીતે જુઓ તો આ સૃષ્ટિ પર એકમાત્ર હું જ સરમુખત્યારશાહી ભોગવું છું. (કારણ કે મેં તો કેટલાય સરમુખત્યારોને પણ ટાલિયા બનાવ્યા છે.)‘ટાલ પડે તે પૈસાદાર બને’ આવી ખોટી અફવા એક્ચ્યુલી મેં જ ફેલાવેલી છે. સંપત્તિ અને મારે સ્નાન સૂતકનો સંબંધ નથી. હા, કેટલાય લોકોએ ઉજ્જડ ટાલમાં વાળ ઉગાડવા લાખો રૂપિયા ખર્ચ્યા છે. ટાલથી સંપતિ ઘટી હશે વધવાની તો મને ખબર નથી. હમણાં હમણાં હેર ટ્રાન્સપ્લાન્ટના રવાડે ચડેલા લોકો મારા અસ્તિત્વને અવરોધી રહ્યા છે. એ બધા મારા હીટ લિસ્ટમાં જ છે.‘વિગ’ એ મારી સૌતન છે. અચાનક કેશગમનથી આઘાતમાં સરી જતા લોકોને વિગ પહેરવાથી વચગાળાની રાહત મળે છે. વિગ સાથે મારા વાર્ષિક કરાર હોવાથી મને એમાં કશો વાંધો નથી. હા, વરસાદ અને વાવાઝોડાની હવામાં કે ખુલ્લા વાહનમાં ફરવામાં આબરૂનો ફાલૂદો થાય તો તેમાં મારો વાંક નથી.‘ટાલિયા યુવકોની સગાઈ નથી થતી.’ આ મારા પર નાખેલો મિથ્યા આરોપ છે. લાખો યુવકો કેશ સાથે કન્યાવિહોણા માર્કેટમાં ભટકે છે. તો એ બધાનું શું? ટાલ વારસામાં મળતી હોત તો પછી ટાલિયાના દીકરાને જન્મતાવેંત જ ટાલ હોવી જોઈએ ને? જેથી આ આરોપ પણ તદ્દન પાયાવિહોણો છે. ‘બહુ મગજથી વિચારે તેને ટાલ પડી જાય છે.’ આવી પોકળ અફવા પણ વ્યર્થ છે. કારણ કે જો આ સત્ય હોત તો પછી કોઈ રાજનેતાઓને ટાલ પડત જ નહીં.‘નબળા શૅમ્પૂ વાપરવાથી અને રોજ માથે નહાવાથી ટાલ પડે છે.’ આવા તો કેટલાય ખોટા આળ હું સદીઓથી સહી રહી છું. બાકી કોઈ દી’ શૅમ્પૂ ન નાખ્યુ હોય તેના માથે પણ હું પડી છું; અને નહાવાના આળસુને’ય મેં ટાલ પાડીને રાતે આંસુડે રોવડાવ્યા છે. વાળ ઉગાડવાની થોકબંધ ટીકડીઓના ઓવરડોઝથી કેટલાંક યુગલો વ્યંધત્વને પ્રાપ્ત કરે છે ત્યારે ક્યારેક હું છાના ખૂણે રડી લઉં છું. મેં વાળ ગુમાવ્યા છે સંવેદના નહીં...!‘ટાલોહમ અસ્મિ’ ભલે ભગવાન બોલ્યા નથી પરંતુ ‘ટાલધ્વનિ’ ચહુ દિશ ગુંજી રહ્યો છે. જે રીતે જમીનમાં ઝેરી દવાઓ તમે લોકો છાંટી રહ્યા છો એ જોતા ‘હર ઘર ટાલિયા, ઘર ઘર ટાલિયા’ મિશન 2030માં જ ભારતમાં સાકાર થશે.મારા અસ્તિત્વનો સ્વીકાર કરો. ઊતરેલા વાળનો રંજ ના કરો. દુઃખી ન થાવ. એ જ ટાલ ઉત્કર્ષ મંડળના પ્રમુખનો ભાવ છે. ટાલપાર્ટી જિંદાબાદ. જે ટાલ દેવતા.(‘ટાલ’ એક વાળકથામાંથી સાભાર) ⬛હાયરામહેપીલી-મેરિડ સમાનર્થી શબ્દ છે કે વિરુદ્ધાર્થી ?sairamdave@gmail.com ચીનની ચાર હજાર જેટલી બેંકો મુશ્કેલીમાં છે ચીનની ચાર હજાર જેટલી બેંકો મુશ્કેલીમાં છે 6| ન્યૂ રીલ્સક્યા યહી પ્યાર/શાદી હૈ? 6| ન્યૂ રીલ્સક્યા યહી પ્યાર/શાદી હૈ? રવિવાર | 7 ઓગસ્ટ, 2022 રવિવાર | 7 ઓગસ્ટ, 2022 www.divyabhaskar.com www.divyabhaskar.com 3| રણમાં ખીલ્યું ગુલાબઇશ્ક હો તો બેમિસાલ હો,વરના ન હો! 3| રણમાં ખીલ્યું ગુલાબઇશ્ક હો તો બેમિસાલ હો,વરના ન હો! 2| ડૂબકીજગત એક વિશાળઅરીસો છે 2| ડૂબકીજગત એક વિશાળઅરીસો છે હવે તમે રસરંગના તમામલેખો ¾ એપ પર દર રવિવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. હવે તમે રસરંગના તમામલેખો ¾ એપ પર દર રવિવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. િવચારોના વૃંદાવનમાં િવચારોના વૃંદાવનમાં હસાયરામ હસાયરામ દેશ-વિદેશ દેશ-વિદેશ
X