X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
123456

ટ્રાયલ સમય પૂરો થવામાં 19137 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="696.18,169.8,795.23,254.7" href="javascript:void(0);" onclick="return show_pop( માન્ય રીતે કોઈની મીંદડી આડી ઊતરે એટલે ઘણાં લોકો તેને અપશુકન માને છે. પરંતુ આપણાં સમાજમાં એવા પણ લોકો છે જેને જોઇને મીંદડી પણ રસ્તો બદલાવી નાખે છે. એવી જ એક અઘરી આઈટમ એટલે બુધાલાલ ઉર્ફે બુધિયો. બુધિયાની બાને ચમન બનેગા કરોડપતિ બહું ગમતું. બુધિયાના જનમ પહેલાં પણ તેના બાએ એક એકે એપિસોડ રીપિટ ટેલિકાસ્ટમાં જોયા હતા. તેથી બુધિયો નાનપણથી આખા ગામને સવાલો કરી કરીને મુંઝવે.બુધિયામાં જુવાની બેઠી એ સાથે ગામની માઠી બેઠી. બુધિયાએ સમજણના નામે પળોજણને પ્રેમ કર્યો. હોટલમાં જમતી વખતે ટિસ્યુ ના મળે તો પણ તેને બિલ દેતી વખતે ઇસ્યુ કેમ બનાવવો એ કળા તો કોઈ બુધીયે સે શીખે.એકવડિયો બાંધો, હોઠ માથે થોરની વાડ કરી હોય એવી બરછટ મૂછો, તમે ના બોલ્યા હોય તો’ય સાંભળી લ્યે એવા બુચા કાન, સફેદ પેન્ટ શર્ટ પર સદૈવ સિવાઈ ગયેલી કાળી કોટી અને તેના ખિસ્સામાં રહેલી લાલ-લીલી ને બ્લ્યૂ બોલપેન પોખરણમાં અણુધડાકાના અરમાન ધરાવતી હતી.તમે બુધિયાને મંદિરે લઈ જાવ તો એ પૂજારીની ઘટાટોપ ફાંદ ભાળી છપ્પનભોગ પર R.T. I. કરે. મહાણે લઇ જાવ તો વધારે પડતાં લાકડાં બળતા ભાળી સ્મશાનના મેનેજમેન્ટ પર R. T. I. કરે. ટૂંકમાં બુધિયો એટલે R.T.I.પ્રેમી, R.T.I.ભક્ત અને નખશીખ R.T.I.નો બંધાણી. કાયદાના ગેરઉપયોગથી ગામને ધંધે કેમ લગાડવું એ જ બુધિયાનો મુખ્ય ધંધો. બુધિયાની R.T.I ની ખોતરપટ્ટી એટલી ખતરનાક કે ગામડાંમાં એકે’ય તલાટી ન ટકે. સરપંચ બુધિયાને લીધે ગામને બદલે વાડીમાં જ રહે. T.D.O. બુધિયાના ગામમાં ભૂલથી પણ ન ફરકે. માસ્તરો બુધિયાને નિશાળ તરફ આવતો ભાળી બારીયુંમાંથી ગળકીને ભાગે.દી’ ઊગે ને આથમે પણ બુધિયાની R.T.I.ને કોઈ ન પૂગે. તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી કચેરીમાં બુધિયાની એન્ટ્રીથી 7.4 રિક્ટર સ્કેલના ભૂકંપ આવે. વર્ષો પહેલાં બુધિયાને સરકારી નોકરી ન મળી એમાં આખું’ય વહીવટી તંત્ર બુધિયાને મન દુશ્મન થઈ બેઠું. બુધિયાની ઘરવાળી લગનને સોળમે દી’ પિયર ગઈ તે પાછી જ ના ફરી. લગનના ત્રીજા દિવસે દંપતી હનિમૂન માટે મનાલી ગયું હતું. પરત ફરતા બુધિયાએ તેની પત્ની પાસે શોપિંગ ખર્ચનો વિધિવત્ હિસાબ માગ્યો. જેમાં ત્રણેક હજારનો હિસાબ પત્ની આપી ન શકી અને બસ! બુધિયાએ મનાલીથી ઠેઠ રાજકોટ સુધી વહુને મેણાં માર્યાં એમાં પેલી બુધિયાના ઘરે જવાના બદલે પોતાના બાપના ઘેર કાયમી માટે ચાલી ગઈ. આ રીતે R. T. I. ચળવળમાં ઘી (અથવા કેરોસીન) હોમાયું; અને આખું ગામ દાઝ્યું.બુધિયાની પત્નીએ બસ સ્ટેન્ડમાં છેલ્લી વાર પાણીપૂરી ખાઈને પછી રિહામણે જવાની વાત કરી હતી. બસ તે દિવસથી બુધિયાને પાણીપૂરી ઝેર થઇ ગઈ. તેણે જિલ્લા કલેક્ટરમાં પહેલી અરજી કરી કે સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતું માંડે છે પરંતુ પાણીપૂરી બૈરાઓને નબળાં બનાવે છે. જીલ્લામાં કેટલા પાણીપૂરીવાળા છે? તેમાં કેટલાં પરપ્રાંતીય છે? તથા જિલ્લાની કેટલી બાયુ રિસામણે છે તેનો લેખિત જવાબ કરવા વિનંતી અને તાત્કાલિક અસરથી પાણીપૂરી પર પ્રતિબંધ લગાવવા વિનંતી છે.પત્નીમુક્ત બુધિયો ગામમાં હવે કોઈનાથી ડરે તેમ નથી. મતદારયાદીમાં બુધિયાના નામમાં જ લોચો થયો. બુધિયાનો ફોટો યથાવત્ રહ્યો. પરંતુ નામની જગ્યાએ ‘બેની બેન’ છપાયું. બસ મામલતદારની નીંદર હરામ કરવા માટે આટલું કાફી હતું. પત્ની જ્યારથી રિસામણે ગઈ છે ત્યારથી બુધાલાલને સ્ત્રી માત્ર ઝેર થઇ ગઈ. ચૂંટણીનો સર્વે કરનાર શિક્ષકથી માંડી ચૂંટણી અધિકારી સુધીના તમામનો બુધિયાએ ઊધડો લીધો. ટૂંકમાં, આખું ગામ બુધિયાપીડિત હતું. ગામને સહન કરવા સિવાય છૂટકો જ ન હોતો. બુધિયાના ત્રાસને લીધે આશરે બાવીસ જેટલા પરિવારો ગામ છોડીને ચાલ્યા ગયા હતા. બુધિયાના જન્મદિવસે કાળીચૌદસ જેવું વાતાવણ આખા ગામમાં થઇ જતુ.અંતે ગામના પ્રત્યેક વ્યક્તિને નડીનડીને બુધિયો કંટાળ્યો. ગામની માનતાઓ ફળી. જીવનથી થાકેલા બુધિયાએ ગામના સરપંચ સમેત અગ્રણી પચ્ચીસ જણાની અંતિમ બેઠક બોલાવી. ત્રણેક મહિનાથી મરણ પથારીએ પડેલ બુધિયાએ સરપંચને વિનંતી કરી કે હું આજીવન આખા ગામને નડ્યો છું, તમારા સૌની માફીને હરગિજ લાયક નથી. મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરો. સરપંચે કુતૂહલવશ પૂછ્યુ કે ‘બુધિયા તારી અંતિમ ઈચ્છા છે શું?’‘આ મારા દાદાની નિશાની જેવું દેશી દાંતરડું મારા વાંહામા મારી મને મૃત્યુને દ્વાર પહોંચાડો. મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરો’. આટલું બોલતાં બોલતાં તો બુધિયો ચોધાર આંસુડે રડી પડ્યો.ઉપસ્થિત આગેવાનો ગડદેગડદે બુધિયાને ગુજરાવી ધ્યે એટલા તેનાથી કંટાળેલા હોવા છતાં સૌએ સંયમ રાખ્યો. મરણ પથારીએ પડેલા માણસની અંતિમ ઈચ્છાઓ પૂરી કરવી જ જોઇએ. બુધિયાએ રડતાં રડતાં હાથ જોડ્યા અને પચ્ચીસેપચ્ચીસ આગેવાન દાંતરડું લઇ બુધિયા પર તૂટી પડ્યા. ટાઢે પાણીએ ખહ કાઢ્યાનો સૌને હૈયે હરખ હતો. બુધિયાની અંતિમ ઈચ્છા મુજબ તેની પીઠ પર તમામ લોકોએ આશરે પચ્ચીસેક જેટલા ઘા માર્યા. બુધિયો રામશરણ પામ્યો. આખા ગામે હાશકારો લીધો.બીજે દિવસે આખુ ગામ રાજીખુશીથી બુધિયાની સ્મશાનયાત્રામાં જોડાયા. જાણે મોટું ગ્રહણ પૂરું થતું હોય, ત્સુનામીમાંથી જીવતા નીકળ્યા કે ધરતીકંપ શમ્યો હોય એવી નિરાંત સાથે હજુ તો બુધિયાની સ્મશાનયાત્રા સ્મશાનની વાટ પકડે ત્યાં જિલ્લાના પોલીસ અધિકારીની ગાડીએ લાશને રોકી.પી. એસ. આઈ.સાહેબે લાશ ફરતે જપ્તો ગોઠવી. ખિસ્સામાંથી એક કાગળ ગ્રામજનો સમક્ષ વાંચી સંભળાવ્યો જેમાં બુધિયાએ મૃત્યુના એક અઠવાડિયા પહેલાં જિલ્લા પોલીસવડાને એક પત્ર પાઠવી લખ્યું હતું કે આ ગ્રામના લોકો મારી દાંતરડા દ્વારા હત્યા કરે તો નીચેના પચ્ચીસ જણા પર 302નો ગુનો દાખલ કરજો’. પી. એસ. આઈ.સાહેબે ફક્ત કફન ખોલાવ્યું. આખા શરીર પર દાંતરડાનાં નિશાન ગણ્યાં અને સરપંચ સહિત પચ્ચીસ લોકોની ઘરપકડ કરી.ગ્રામજનોએ ત્યારબાદ લાશને પણ અડવાની ના પાડતા, પંચનામું કરી પોલીસવાળાએ બુધિયાને અગ્નિદાહ આપ્યો. મરતાં મરતાં પણ બુધિયો પચ્ચીસને મારતો ગયો. અતુલના એક ભાઈબંધના સાળાનો સાઢુ આ પચ્ચીસ ભેગો જામીનની રાહે છે એટલે આ કથા મને જાણવા મળી છે.બુધિયાઓથી સંભાળજો. દાંતરડું ઉપાડતા પહેલાં ચેતજો. ⬛}}}હાયરામમા દીકરા માથે હાથ ફેરવે તો વાળ ઊગે અને પત્ની માથે હાથ ફેરવે તો?sairamdave@gmail.com બુધિયાની R.T. I. બુધિયાની R.T. I. }}}પત્નીમુક્ત બુધિયો ગામમાં હવે કોઈનાથી ડરે તેમ નથી. મતદારયાદીમાં બુધિયાના નામમાં જ લોચો થયો. બુધિયા }}}પત્નીમુક્ત બુધિયો ગામમાં હવે કોઈનાથી ડરે તેમ નથી. મતદારયાદીમાં બુધિયાના નામમાં જ લોચો થયો. બુધિયાનો ફોટો યથાવત રહ્યો. પરંતુ નામની જગ્યાએ ‘બેની બેન’ છપાયું ધ્રુવનો તારો ધ્રુવનો તારો વની પૌરાણિક કથા વિષ્ણુ પુરાણમાં અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. આ ધાર્મિક કથાની સાથે ભક્તિમય કથા પણ વની પૌરાણિક કથા વિષ્ણુ પુરાણમાં અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. આ ધાર્મિક કથાની સાથે ભક્તિમય કથા પણ છે. તેનું બહુ જ સરળતાથી વર્ણન કરવામાં આવ્યું છે.બ્રહ્માજીના માનસ પુત્ર સ્વયંભુ મનુના પુત્ર રાજા ઉત્તાનપાદ હતા. તેની સુનીતિ અને સુરુચિ નામની બે પત્નીઓ હતી. રાજાને સુનીતિથી ધ્રુવ અને સુરુચિથી ઉત્તમ નામના પુત્ર પ્રાપ્ત થયા. તે બંને રાજકુમારોને અપાર પ્રેમ કરતા હતા. સુનીતિ ધ્રુવની સાથે ઉત્તમને પણ પોતાનો પુત્ર માનતી હતી. જ્યારે રાણી સુરુચિ ધ્રુવ અને સુનીતિની ઈર્ષા કરતી અને તેમને િતરસ્કારતી હતી. વળી, બંને રાજકુમારોમાં ધ્રુવ મોટો હોવાથી તે રાજસિંહાસનનો ઉત્તરાધિકારી હતો. આ વાત સુરુચિને સદાય ખટકતી રહેતી. તેથી તે હંમેશાં ધ્રુવનેનીચો દેખાડવાની તક શોધતી રહેતી હતી.એક વખત ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં લઈને વહાલ કરતા હતા. એ વખતે ધ્રુવ પણ ત્યાં આવી પહોંચ્યો. ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલો જોઇને તે પણ તેના ખોળામાં બેઠો. આ વાત સુરુચિને ખટકી ગઇ. તેણે ધ્રુવને પિતા ઉત્તાનપાદના ખોળામાંથી નીચે ખેંચીને કટુ વચન સંભળાવ્યા. રાજા ચૂપચાપ આ બધું જોતા રહ્યા. ધ્રુવ રડતો રડતો માતા સુનીતિ પાસે ગયો. તેણે માતાને વિગતવાર જણાવ્યું.માતા સુનીતિએ પુત્ર ધ્રુવને સમજાવ્યો, ‘વત્સ, ભલે કોઈ તારું અપમાન કરે, પરંતુ તું મનમાં તેમના વિશે ખોટું-ખરાબ ન વિચારતો. જે માણસ બીજાને દુઃખ આપે છે, તેને સ્વયં જ તેનું ફળ ભોગવવું પડે છે. પુત્ર જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય, તો ભગવાન વિષ્ણુની આરાધના કરી તેને પ્રસન્ન કર. તેની કૃપાથી જ તારા પિતામહ સ્વયંભુ મનુને દુર્લભ લૌકિક અને અલૌકિક સુખ ભોગવ્યાં પછી મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. એટલા માટે પુત્ર, તું પણ તેની આરાધના શરૂ કર. ભગવાન શ્રીહરિ જ તારા દુઃખોને દુર કરશે.’ નાનકડા ધ્રુવને ભગવાન વિષ્ણુ ક્યાં અને કેવી રીતે મળે એ વિશે પૂછ્યું.માતાની વાત સાંભળીને ધ્રુવના મનમાં શ્રીવિષ્ણુ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધાનો ભાવ ઉત્પન થયો. પછી તેણ માતાની સલાહને માથે ચડાવી. તે ઘર છોડીને વન તરફ નીકળી પડ્યો. ભગવાન વિષ્ણુની કૃપાથી વનમાં તેને દેવર્ષિ નારદ મળ્યા. તેમણે ધ્રુવને શ્રીવિષ્ણુની પૂજા આરાધનાની વિધિ જણાવી.ધ્રુવે યમુનાના જળમાં સ્નાન કર્યું અને ઉપવાસ રાખીને એકાગ્ર મનથી શ્રીવિષ્ણુની આરાધના કરવા લાગ્યો. પાંચ મહિના પસાર થઇ ગયા તે પગના એક અંગૂઠા ઉપર સ્થિર રહીને તપસ્યા કરવા લાગ્યો. ધીમે ધીમે તેનું તેજ વધતું ગયું. તેના તપથી ત્રણે લોક ધ્રૂજી ઊઠ્યા. તેના અંગૂઠાના ભારથી પૃથ્વી દબાવા લાગી. ત્યારે ભગવાન વિષ્ણુ ભક્ત ધ્રુવ સામે પ્રગટ થયા અને તેની ઈચ્છા પૂછી. ધ્રુવ ગદ્ ગદ્ થઈને બોલ્યો, ‘હે ભગવાન! જ્યારે મારી માતા સુરુચિએ અપમાનજનક શબ્દ કહીને મને પિતાના ખોળામાંથી ઉતારી દીધો હતો, ત્યારે મેં મારી માતા સુનીતિના કહેવાથી મનોમન નિર્ણય કર્યો હતો કે જે પરબ્રહ્મ શ્રીવિષ્ણુ આ સંપૂર્ણ જગતના પિતા છે, જેમના માટે દરેક જીવ એક સમાન છે, હવે હું માત્ર તેમના જ ખોળામાં બેસીશ. એટલા માટે જો તમે પ્રસન્ન થઈને મને વરદાન આપવા માગતા હો તો મને તમારા ખોળામાં સ્થાન આપો. જેથી કરીને મને કોઇ ત્યાંથી ઉતારી ન શકે. મારી કેવળ આ જ ઇચ્છા છે.’શ્રીવિષ્ણુ બોલ્યા, ‘વત્સ, તે માત્ર મારો સ્નેહ પ્રાપ્ત કરવા માટે આટલી કઠોર તપસ્યા કરી છે. એટલા માટે તારી નિ:સ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઇને હું તમે એવું સ્થાન આપીશ, જે આજ સુધી કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. બ્રહ્માંડ મારો અંશ અને આકાશ મારો ખોળો છે. હું તને મારા ખોળામાં સ્થાન આપું છું. આજથી તું ધ્રુવ નામના તારા સ્વરૂપે સ્થાપિત થઈનેસમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરીશ. બ્રહ્માંડમાં તારું પદ સપ્તર્ષિઓથી પણ મોટું હશે અને તે હંમેશાં તારી પરિક્રમા કરશે. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે, કોઈ પણ તને એ સ્થાન ઉપરથી નહીં દૂર કરી શકે. હે વત્સ! હવે તું ઘરે પાછો જા. થોડા સમય પછી તારા પિતા તને રાજ્ય સોપીને વનમાં જતા રહેશે. પૃથ્વી ઉપર છત્રીસ હજાર વર્ષો સુધી ધર્મપૂર્વક રાજ્ય ભોગવીને છેલ્લે તું મારી પાસે આવીશ.’ એટલું કહીને વિષ્ણુ અંતર્ધ્યાન ભગવાન થઇ ગયા. આ રીતે ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરી ધ્રુવ સંસારમાં અમર થઇ ગયો.એટલા માટે એવું માનવામાં આવે છેકે આજે પણ બાળક ધ્રુવ ધ્રુવતારો બનીને અર્થાત્ પોલ સ્ટારના રૂપે ભગવાનના ખોળામાં બિરાજે છે. આ કથાના અનેક સ્તર છે. એક સ્તરે આ એક બોધકથા છે. એક દેશ પોલ સ્ટાર આકાશમાં કેમ સ્થિર છે તેને સમજાવે છે. ભારતીય પુરાણો અનુસાર પોલ સ્ટાર ભગવાન વિષ્ણુના ખોળામાં બેઠેલો નાનકડો ધ્રુવ છે. બીજા સ્તરે આ એક રૂપક છે. આમાં એક પિતા પોતાના બંને પુત્રોને એકસરખું મહત્ત્વ અને પ્રેમ આપવા માટે તૈયાર નથી.રાજાના આવા પક્ષપાતને કારણે તેઓ પુત્રને એકસરખી રીતે પ્રેમ નથી કરતા એટલે તેમના રાજ્યમાં અસંતોષ પેદા થાય છે.આમ આ રીતે આ કથામાં માનવીય વ્યવહાર અને આચરણનું વર્ણન છે, આ રૂપક દ્વારા એવું જણાવાયું છે કે દુન્યવી ઇચ્છાઓથી ભૌતિક જગતમાં દુ:ખનું નિર્માણ થાય છે. આ ઇચ્છા દૂર કરવાનો એકમાત્ર ઉપાય ભગવાનના ભક્ત બનવાનો છે.આ પૌરાણિક કથા ભક્તિ પરંપરામાંથી આવી છે. ભારત દેશમાં 1500 વર્ષ પહેલાં ભક્તિ પરંપરા ઉદ્્ભવી અને 500 વર્ષ પહેલાં તે વિસ્તરી. નાનકડો ધ્રુવ ભગવાનને પૃથ્વી પર લઇ આ‌વ્યો અને તેણે સ્વર્ગમાં અવિચળ સ્થાન મેળવ્યું. ⬛ }}}રાજા રામમોહન રૉયે અંગ્રેજીમાં બાઇબલ વાંચ્યું હતું. ‘જૂનો કરાર’ વાંચવા માટે તેઓ હિબ્રૂ ભાષા પણ શીખ }}}રાજા રામમોહન રૉયે અંગ્રેજીમાં બાઇબલ વાંચ્યું હતું. ‘જૂનો કરાર’ વાંચવા માટે તેઓ હિબ્રૂ ભાષા પણ શીખ્યા હતા. વળી, ‘નવો કરાર’ મૂળ ભાષામાં વાંચવા માટે ગ્રીક ભાષા પણ શીખ્યા હતા વાદળને પેલે પાર એક હજાર સૂર્ય ઝળહળે!રાજા રામમોહન રૉયની આસ્તિકતા રૅશનલ હતી વાદળને પેલે પાર એક હજાર સૂર્ય ઝળહળે!રાજા રામમોહન રૉયની આસ્તિકતા રૅશનલ હતી મે જો ‘freedom at midnight’ પુસ્તક ન વાંચ્યું હોય, તો હજી એ ભૂલ સુધારી લેવા જેવી છે. એના સહલેખક ડોમિ મે જો ‘freedom at midnight’ પુસ્તક ન વાંચ્યું હોય, તો હજી એ ભૂલ સુધારી લેવા જેવી છે. એના સહલેખક ડોમિનિક લાપિયર ભારતીય બાળકો પ્રત્યે ખાસી લાગણી ધરાવનારા ઉમદા મનુષ્ય હતા. વર્ષ 1980માં તેઓ પશ્ચિમ બંગાળના ગ્રામવિસ્તારમાં ફરતા હતા ત્યારે એમની નજરે ડાંગરની ક્યારીની ધારે ધારે ચાલી રહેલી એક નાની છોકરી પર પડી. એ છોકરી થાકેલી અને ભૂખી જણાતી હતી. લાપિયરે પોતાનું ગજવું ફંફોળ્યું ત્યારે એક બિસ્કિટ મળી આવ્યું. એમણે એ બિસ્કિટ અજાણી છોકરીને આપી દીધું. એ છોકરી માંડ થોડાંક ડગલાં દૂર ગઇ હશે, ત્યાં સાવ દૂબળું પડી ગયેલું એક કૂતરું એની નજરે પડ્યું. એ છોકરીએ પોતાને મળેલા બિસ્કિટના બે ટુકડા કર્યા અને એક ટુકડો કૂતરાને ખવડાવી દીધો!પોતાને ભારતમાં થયેલા અનુભવોને આધારે લાપિયરે એક સુંદર પુસ્તક લખ્યું છે, જેનું મથાળું છે: ‘A Thousand Suns.’ આવું અનોખું મથાળું એમને દક્ષિણ ભારતમાં પ્રચલિત એવી ઉક્તિમાંથી પ્રાપ્ત થયું: ‘વાદળની પેલે પાર હંમેશાં એક હજાર સૂર્ય ઝળહળે છે.’ લાપિયરની પત્ની પણ પતિ સાથે ગ્રામવિસ્તારોમાં ફરતી રહેતી. એ પત્નીને ગ્રામજનો ‘દીદી ડોમિનિક’ કહેતાં.જે સમાજ વિચારવાનું ટાળે છે એને ગરીબી ટાળવાનું નથી ફાવતું. ધાર્મિક કટ્ટરતાના પાયામાં હઠીલું પાગલપણું રહેલું હોય છે. કટ્ટરતા એક જ કામ કરે છે. એ ધાર્મિક અવળચંડાઇને પણ આદરણીય બનાવી મૂકે છે. ધર્મના ક્ષેત્રમાં હોય એવાં તમામ અનિષ્ટો સામ્યવાદી કટ્ટરતામાં જગતે જોયાં છે. સામ્યવાદી સમાજોમાં વિચારવા માટે ઝાઝી છૂટ નથી હોતી. એવા સમાજોમાં વિચારસ્વાતંત્ર્ય પર લોખંડી પહેરો રાખવામાં આવે છે એવું હું જાતઅનુભવે કહું છું. બર્લિનની અડીખમ અને અભેદ્ય દીવાલ તૂટી તેને આગલે વર્ષે હું બર્લિનમાં જ હતો. રેફ્રિજરેટરની એક ખૂબી જાણી રાખવા જેવી છે. જ્યારે રેફ્રિજરેટરનું બારણું ખૂલે કે તરત જ અંદર પ્રકાશ પ્રગટે છે! કોઇ પણ વિચારધારા પ્રત્યે એટલી અંધશ્રદ્ધા ન હોવી જોઇએ કે અન્ય વિચારધારામાં પ્રગટ થતું અન્ય કોઇ સત્ય આપણને તુચ્છ જણાવા લાગે. ભારતના સામ્યવાદી બિરાદરો અંધશ્રદ્ધામાં ડૂબકાં ખાનારા ભક્તોથી ચડિયાતા નથી. આ બધું લખતી વખતે નિષ્ઠાવંત આસ્તિક એવા પ્રાત: સ્મરણીય સુધારક રાજા રામમોહન રૉયનું તીવ્ર સ્મરણ થઇ રહ્યું છે. તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવનારા આસ્તિક વિદ્વાન હતા. તિબેટ જઇને એમણે પાલિ ભાષાઓનો અભ્યાસ કર્યો હતો અને બૌધ ધર્મના ઉત્તમ ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ ત્યાં પણ લામાની ઇશ્વરના અવતાર તરીકે થતી પૂજાનો વિરોધ કર્યો હતો. મોટાભાઇ જગમોહનનું અવસાન થયું ત્યારે ભાભી અલોકમંજરી સતી થવા માટે તૈયાર ન હતાં. એમ છતાં એમને બળજબરીથી પતિ સાથે બાળી મૂકવામાં આવ્યાં. તે ક્ષણે રાજા રામમોહન રૉયે સતીપ્રથા નાબૂદ થાય તે અંગેનો કાયદો થાય તેની ઝુંબેશ શરૂ કરી. એમના એક પુસ્તકનું મથાળું હતું: વેદાન્તસૂત્ર.’ તેઓ પોતે મોટા જમીનદાર હતા. તેમની પર્સનાલિટી પ્રભાવશાળી હતી. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે અંગ્રેજીમાં બાઇબલ વાંચ્યું હતું. ‘જૂનો કરાર’ વાંચવા માટે તેઓ હિબ્રૂ ભાષા પણ શીખ્યા હતા. વળી, ‘નવો કરાર’ મૂળ ભાષામાં વાંચવા માટે ગ્રીક ભાષા પણ શીખ્યા હતા. તેમણે વર્ષ 1815માં ‘આત્મીય સભા’ની સ્થાપના કરી હતી. એ સભામાં દ્વારકાનાથ ટાગોર પણ જતા હતા.રાજા રામમોહન રૉયના અથાક પ્રયત્નોને કારણે જ લોર્ડ બેન્ટિકે તા. 4 ડિસેમ્બર,1829ને દિને સતીપ્રથા નાબૂદ કરવાનો કાયદો કર્યો હતો. રાજા રામમોહન રૉયના માનમાં એક સમારંભનું આયોજન થયું ત્યારે ‘વેસ્ટ મિન્સ્ટર રિવ્યૂ’ના સંપાદક જૉન બ્રાઉરિંગે પ્રવચનમાં કહેલા શબ્દો બે વખત વાંચવા પડે તેમ છે:પ્લેટો અથવા સોક્રેટિસકેમિલ્ટન અથવા ન્યૂટનએકાએક આપણી વચ્ચેઆવી પડેઅને મનમાં જે ભાવ જાગેતેવા ભાવથીહું રાજા રામમોહન રૉયનુંસ્વાગત કરું છું.(મુગટલાલ બાવીસી લિખિત પરિચય પુસ્તિકા ‘રાજા રામમોહન રૉય’માંથી સાભાર)આજે પણ બ્રિસ્ટલ નગરમાં રાજા રામમોહન રૉયની સમાધિ જળવાયેલી છે. એક-દોઢ મહિના માટે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મને પ્રાપ્ત થયેલી. વર્ષ 1966માં હું મારી હોટેલ (સેન્ટ મેવા ગેસ્ટ હાઉસ)થી રોજ ચાલીને શહેરના સસ્પેન્શન બ્રિજ પાસે આવેલી એક ઊંચી ભેખડ પર બાંકડે બેસતો અને સૂર્યાસ્ત નિહાળતો. એ જ રસ્તાની પાસે રાજા રામમોહન રૉયની સમાધિ આજે પણ જળવાયેલી છે. રોજ હું એ સમાધિ પર જતો અને એ મહાન સુધારકનું સ્મરણ મૌન પ્રાર્થના દ્વારા કરતો. રોજ જ મારી સાંજ બ્રિજ પર જતી વખતે એ સમાધિની મુલાકાત સાથે પસાર થતી તેથી એકલતાનાં નખોરિયાંનો ઉપદ્રવ કાબૂમાં રહેતો.આસ્તિકતા વેવલી જ હોય એવું થોડું છે? નાસ્તિકતા ભાવશૂન્ય જ હોય એવું થોડું છે? આવા મહાન સુધારકે ભારતને નિર્ભ્રમિત અને સ્વચ્છ આસ્તિકતાનું સૌંદર્ય કેવું હોય તે પોતાના પ્રદાન દ્વારા સમજાવ્યું. એ સુધારકે કેવાં કેવાં પુસ્તકો લખ્યાં?થોડાંક મથાળાં જ એમના વિચારની ક્ષિતિજનો પરિચય કરાવનારાં છે:Â વેદાન્તસૂત્રÂ બ્રહ્મસંગીતÂ ગાયત્રીનો અર્થÂ બ્રહ્મનિષ્ઠ ગૃહસ્થનાં લક્ષણોમાનશો? આવા મહાન સુધારકે કેનોપનિષદનો અનુવાદ પણ કર્યો હતો.વડોદરા કદાચ એકમાત્ર એવું મહાનગર છે, જ્યાં રાજા રામમોહન રૉયની પ્રતિમા જોવા મળે છે. એમની પ્રતિમા યોગ્ય રીતે સ્થાપવાનો સઘળો જશ લોકસેવક અને સ્વરાજ મળે તે પહેલાંનાં વર્ષો દરમિયાન પંડિત નેહરુની પહેલથી સ્થપાયેલા કોંગ્રેસમાં રહીને સમાજવાદી હોવામાં ગૌરવ અનુભવનારા કેટલાક કોંગ્રેસીઓમાં સમાજવાદી જૂથ સ્થાપનારાઓમાં સદ્ ગત કમળાશંકર પંડ્યાને પણ મળે છે. એમણે લખેલી આત્મકથાનું મથાળું, ‘વેરાન જીવન’ છે, જે માટે એમને સુરત બોલાવીને નર્મદ સુવર્ણચંદ્રક અપર્ણ કરવામાં આવ્યો હતો. સુરત આવ્યા ત્યારે તેઓ કદમ્બપલ્લી સોસાયટીમાં મારા ઘરે પણ પધાર્યા હતા. એમના દેહવિલય પછી રાજા રામમોહન રૉયની પ્રતિમાને અન્ય સ્થાને મૂકવામાં આવી હતી.કમળાશંકરભાઇના સુપુત્ર અને નવલકથાકાર ડૉ. પ્રદીપ પંડ્યાએ પ્રતિમા નવેસરથી નવા સ્થાને સ્થાપવાનું મંગળ કાર્ય કર્યું, ત્યારે એ પ્રતિમાનું અનાવરણ આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી અને મારે હસ્તે કરાવ્યું હતું. આજે એ પ્રતિમા કઇ હાલતમાં છે તેની ખબર નથી, કારણ કે ઘરની બહાર જવાનું થતું જ નથી. મારા પિતાજીનું અવસાન વર્ષ 1957માં થયું હતું. પછી ત્રીસેક વર્ષે મારી બાનું અવસાન થયું હતું. પિતાજીની વિદાય પછી લગભગ ત્રીસ વર્ષ સુધી મને બાની હૂંફ મળી, તેનો બધો યશ રાજા રામમોહન રૉયને ફાળે જાય છે. આવી મહાન પ્રતિભાને વંદન!}}}પાઘડીનો વળ છેડેકોઇ ગહન સત્તાને કારણેજગતની બધી જ બાબતોપરસ્પર સંકળાયેલી છે.એકાદ તારાનેખલેલ પહોંચાડ્યા વિનાતમે કોઇ પુષ્પની દાંડીને હલાવી નહીં શકો.- ફ્રાન્સિસ થોમ્સનનોંધ: કોઇને ગમે કે ન ગમે, પરંતુ આજે ઇસ્લામ ધર્મને એક રાજા રામોહન રૉયની જરૂરિયાત છે. ટ્યુનિશિયામાં શરૂ થયેલી ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિ શરૂ થઇ ત્યારે આશા જન્મેલી, પરંતુ આરબ સ્પ્રિંગની નિષ્ફળતા નિરાશા જન્માવનારી હતી. ⬛Blog:http://gunvantshah.wordpress.com www.divyabhaskar.com www.divyabhaskar.com રવિવાર | 22 મે, 2022 રવિવાર | 22 મે, 2022 3| રણમાં ખીલ્યું ગુલાબકૌન તુમ્હારે પાસ સે ઉઠ કર ઘર જાતા હૈ... 3| રણમાં ખીલ્યું ગુલાબકૌન તુમ્હારે પાસ સે ઉઠ કર ઘર જાતા હૈ... 2| ડૂબકીબદલાતા સમયનું પ્રચંડ વાવાઝોડું 2| ડૂબકીબદલાતા સમયનું પ્રચંડ વાવાઝોડું 6 |માય સ્પેસરંગભેદઃ ડાળીઓ કાપવાથી મૂળ નહીં મરે 6 |માય સ્પેસરંગભેદઃ ડાળીઓ કાપવાથી મૂળ નહીં મરે >
<area shape="rect" class="borderimage" coords="696.18,172.63,922.58,254.7" href="javascript:void(0);" onclick="return show_pop( 5| મનનો મોનોલોગવિજાતીયને સંમોહિત અને આકર્ષિત કરવાની... હવે તમે રસરંગના તમામલેખો ¾ એપ પર દર રવિવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. હવે તમે રસરંગના તમામલેખો ¾ એપ પર દર રવિવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. માયથોલોજી માયથોલોજી હસાયરામ હસાયરામ િવચારોના વૃંદાવનમાં િવચારોના વૃંદાવનમાં
X